<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગ સબબ ૯ દિવસની રજા જાહેર : જુઓ વિડીયો

હરરાજી, જણસીઓની આવક સહિતની કામગીરી બંધ રહેનાર હોય ખેડૂતો વાહન ચાલકોએ જણસીઓ લઈને આવવું નહીં તે

( ભાવેશ ભોજાણી દ્વારા ) ગોંડલ :સૌરાષ્ટ્ર નુ અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગ ની રજાઓ જાહેર કરવામાં આવી છે.યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ હિસાબ અનુસંધાને ૨૫ માર્ચ થી ૨ એપ્રિલ સુધી ૯ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. 

 આ દરમિયાન હરરાજી, જણસીઓની આવક સહિતની કામગીરી બંધ રહેનાર હોય ખેડૂતો વાહન ચાલકોએ આ દરમિયાન જણસીઓ લઈને આવવું નહીં તેવું યાર્ડમાં સતાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે

(6:37 PM IST)