News of Monday, 23rd March 2026
વિસાવદરના એડવોકેટ સિરાજભાઈ માકડિયાનાં પિતાશ્રીનું અવસાન : મંગળવારે સવારે ૮ કલાકે અંતિમયાત્રા
ગુરુવારે સવારે ૧૦ કલાકે જામા મસ્જિદ ખાતે જીયારત અને સાંજે ૪થી ૬ દરમિયાન "બ્રહ્મ સમાજ વાડી" ખાતે બેસણું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પૂર્વ ડિરેક્ટર તથા ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ કોષાધ્યક્ષ, જૂનાગઢ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ અધ્યક્ષ અને જાણીતા એડવોકેટ સિરાજભાઈ માડકિયા તથા ભારમલ વિદ્યાલયનાં પ્રિન્સિપાલ મુસ્તુફાભાઈ માકડિયાનાં પિતાશ્રી હાજી અજીજભાઈ હાસમભાઈ માકડિયા (ઉ.વ.૯૩)નું તા.૨૩-૩-૨૦૨૬ સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રા તા.૨૪-૩-૨૦૨૬ મંગળવારે સવારે નિકળશે.
સ્વર્ગસ્થની જીયારત તા.૨૬-૩-૨૦૨૬ ગુરુવારે સવારે ૧૦ કલાકે જામા મસ્જિદ ખાતે અને બેસણું તા.૨૬-૩-૨૦૨૬ ગુરૂવારે "બ્રહ્મ સમાજની વાડી" પોલીસ સ્ટેશન સામે, વિસાવદર ખાતે રાખેલ છે. મો. ૯૪૨૬૧ ૬૭૮૬૧
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
