તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 24th March 2026
ધ્રોલ-જામનગર હાઈવે પર મોડી રાત્રે બાઈકને અજાણ્યા વાહનની ટક્કરે દંપતીને અકસ્માત : પત્નીનું મોત
પતિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડાયા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૪ : ધ્રોલ જામનગર-રાજકોટ હાઈવે પર માલધારી હોટલ નજીક મોડી રાત્રે ધ્રોલ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
બાઈક પર સવાર પતિ-પત્નીને પાછળથી એક અજાણ્યા વાહને હડફેટે લેતા અકસ્માતમાં પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું,
જ્યારે પતિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
