News of Tuesday, 24th March 2026
માર્ચના અંત ભાગે હજુ પણ માવઠાની સંભાવના!

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૨૪: આઇએમડીના ટેનડેઝ ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં ૨૯ માર્ચે આસપાસ ફરી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક દેશે. જે ૩૦ તારીખે ઉતરના રાજયો સહિત રાજસ્થાનમાં પણ વરસાદ વરસશેઢે તેવું જોવા મળી રહ્યું છે. જો કે ગુજરાતમાં ખાસ કંઇ એકટીવિટી જોવા મળતી નથી.
જો ક.ેવેધર એનાલીસિસ્ટ પરેશ ગોસ્વામી તેના વિષ્લેષણમાં વર્ણવે છે કે આગામી ૨૮-૨૯-૩૦ માર્ચમાં ટ્રફ લંબાશે અને રાજયના કચ્છ-ઉતર મધ્ય ગુજરાત સહિત સોૈરાષ્ટ્રમાં પણ કમોસમી માવઠાની સંભાવના રહે છે આ માવઠા પવન અને ગાજવીજ સાથે પણ હોઇ શકે છે.
બીબીસી ગુજરાતીના દિપક ચુડાસમા ેતેના હવામાન વિષ્લેષણમાં કહે છે. કે આજે અને આવતી કાલે ૨૪-૨૫ માર્ચમાં રાજયના કેટલાક વિસ્તારોમાં વાદળા છવાય-વાતાવરણમાં પલ્ટાની અનુભૂતિ થવા પામે અને ૨૯-૩૦ માર્ચમાં રાજયના કેટલાક વિસ્તારોમાં કયાંક હળવા તો કયાંક ગાજવિજ સાથે કમોસમી માવઠાની સંભાવના રહે છે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
