News of Tuesday, 24th March 2026
ઉપલેટાના મુસ્તકીમ બુખારીને રાજકોટમાં ગાંજા સાથે ભક્તિનગર પોલીસે દબોચ્યો
જંગલેશ્વર આરએમસી ક્વાર્ટર નજીકથી પકડી ૮૬ હજારનો માદક પદાર્થ કબ્જે કરાયો : અગાઉ ઉપલેટામાં દારૂના બે કેસમાં પકડાયો હતોઃ ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, પીએસઆઇ જે. જે. ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણાની ટીમની કામગીરીઃ કોન્સ. પ્રકાશ મકવાણાની બાતમી

રાજકોટ તા. ૨૪: શહેરમાં માદક પદાર્થની હેરાફેરીનો વધુ એક વખત પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભક્તિનગર પોલીસે જંગલેશ્વર વિસ્તારમાંથી ઉપલેટાના એક શખ્સને ગાંજા સાથે દબોચી લીધો છે. અગાઉ ઉપલેટામાં દારૂના બે કેસમાં સંડોવાઇ ચુકેલા આ શખ્સને માદક પદાર્થ સાથે પકડી લઇ વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ માદક પદાર્થની ગેરકાયદે પ્રવૃતિ અટકાવવા અને દુષણને નેસ્ત નાબુદક રવા ઝુંબેશ ચાલી રહી હોઇ તે અંતર્ગત એનડીપીએસના કેસ શોધવા ઉચ્ચ અધિકારીઓએ સુચના આપી હતી. યુવાધન નશાના રવાડે ચડતું અટકે તે માટે સે નો ટુ ડ્રગ્સ અંતર્ગત ભક્તિનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. પ્રકાશભાઇ લાલજીભાઇ મકવાણાને બાતમી મળી હતી કે જંગલેશ્વર આરએમસી ક્વાર્ટર બ્લોક નં. ૯/૧૪ નજીક એક શખ્સ શંકાસ્પદ માદક પદાર્થ સાથે આવ્યો છે.
આ બાતમીને આધારે પોલીસ ટુકડી ત્યાં પહોંચતા બાતમી મુજબનો શખ્સ જોવા મળતાં તેને રાઉન્ડઅપ કરી પુછતાછ કરતાં પોતાનું નામ મુસ્તકીમ શોૈકતભાઇ બુખારી (ઉ.વ.૨૧-રહે. ઉપલેટા, સ્મશાન રોડ, પંજાબી હોલની પાસે) જણાવ્યુ઼ હતું. તેની તપાસ કરતાં તેની પાસેથી ગાંજો મળી આવ્યો હતો. એફએસએલ અધિકારી કે. એમ. તાવીયા પાસે પરિક્ષણ કરાવતાં આ પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આ શખ્સ પાસેથી રૂા. ૮૬૬૦૦નો ૧.૭૩૨ ગ્રામ ગાંજો કબ્જે કરાયો હતો. તેમજ રૂા. ૬૭૦ રોકડા પણ જપ્ત કરાયા હતાં.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મુસ્તકીમ છુટક કામ કરે છે. તેના વિરૂધ્ધ ઉપલેટામાં અગાઉ દારૂના બે કેસ નોંધાયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ જે. જે. ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. હરવિજયસિંહ ગોહિલ, મયુરદાન બાટી, કેતનભાઇ બોરીચા, કોન્સ. પ્રકાશભાઇ મકવાણા, પ્રભાતભાઇ મૈયડ, નિલેષભાઇ મિયાત્રા, રવિભાઇ રત્નુ, યોગીરાજસિંહ જાડેજા, હોમગાર્ડ દિપભાઇ ટાંક, હાર્દિકભાઇ પીપળીયાએ આ કામગીરી કરી હતી. વિશેષ તપાસ માટે મુસ્તકીમના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
