<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

યુધ્‍ધ પુરૂ નહીં પણ વધુ ખતરનાક સ્‍વરૂપનું થશે!! ઇરાન વર્સીસ અમેરિકા-ઇઝરાયેલ વોર

ઇરાનને ધમરોળીને કંગાળ-લાચાર સ્‍થિતિમાં લાવવા, ટ્રમ્‍પ દ્વારા ખૂબ મોટા હૂમલાની પૂર્વ તૈયારીના ભાગરૂપે પાંચ દિ'યુધ્‍ધ વિરામનું એલાન અપાયુ છે પાંચ દિ' પુરા થવા પહેલા જ અમેરિકા યુટર્ન લઇ શકે છે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ર૪: ખાડી દેશોના નેતાઓનું ટ્રમ્‍પ પર દબાણ અંગે ઇઝરાયેલને રાહત મળી રહે એ હેતુ સાથે ઇરાન પર પાંચ દિવસ કાર્યવાહી ન કરવાનું ટ્રમ્‍પ દ્વારા તેની અગાઉની ૪૮ કલાક ની અવધિ પુરી થવા પૂર્ણ અપાયુ છે. જો કે આ માત્ર યુધ્‍ધનો એક રણનીતિ છે. ‘ઇરાનની આ મોટી જીત છે... ટ્રમ્‍પની શરણાગતિ છે...' આ સમકક્ષની જે ચર્ચાઓ સોશ્‍યલમાં વ્‍યાપક બનવા પામી છે તે એક માત્ર આભા જ સાબિત થવાની છે. હકીકતમાં ઇઝરાયેલ પર ઇરાન દ્વારા જે રીતે મિસાઇલ્‍સ-ડ્રોડસ હૂમલાઓનું પ્રમાણ વધારાયુ, તેની તલોહી વધી તેના પર બ્રેક લાવવા હેતુ અને ટ્રમ્‍પ દ્વારા ઇરાન પર હવે મોટા વ્‍યુહાત્‍મક હૂમલા પૂર્વેની જે કંઇ પૂર્વ તૈયારીઓ છે તેમાં જરૂરી અને અનિવાર્ય સમય મળી રહે તેમજ ખાડી દેશો સ્‍થિત અમેરિકી વોર બેઝીસ, ડિયેગો ગાર્સિયા, સમુદ્ર માર્ગેથી અને ઇઝરાયેલની ભૂમિ પરથી અમેરિકા, અમેરિકા ચોતરફથી ઇરાનને પુરી રીતે ઘેરી શકે તેવી વ્‍યુહાત્‍મક રણનીતિના ભાગરૂપે ટ્રમ્‍પ મુખેથી આ પાંચ દિવસ સુધીના યુધ્‍ધ વિરામની અપ્રત્‍યક્ષ ઘોષણા કરાઇ છે તેવું યુધ્‍ધ વિશેષજ્ઞોનું માનવું છે.

ટ્રમ્‍પનું કોઇ કથન વિશ્વાસપાત્ર નથી એ ઇરાનની લીડરશીપ બખુબી જાણેજ છે અને એ કારણે જ ટ્રમ્‍પના આ એલાન બાદ પણ ઇરાન દ્વારા ઇઝરાયેલ પર હૂમલાઓના ક્રમમાં બ્રેક લગાવાઇ નથી કે નતો હોર્મુઝની ખાડી પર ઇરાનનું બેધ્‍યાનપણુ આવ્‍યુ છે. ઇઝરાયેલ પર સખ્‍ત વલણ ઇરાન દ્વારા આજે પણ યથાવત જોવા મળી રહયા છે. અને ઇરાનની આ નીતિ કહેવાતા ટ્રમ્‍પ કથનના પાંચ દિ' પુરા થવા સુધી પણ જોવા મળનાર છે.

અમેરિકા દ્વારા યુધ્‍ધ વિરામ માટે નહીં પણ ઇરાનને સાવ નિヘેતન બનાવવાની મોટી યોજના બધ્‍ધ હુમલાની યોજનાના ભાગરૂપે આ પાંચ દિવસની પૂર્વ તૈયારીનો એપિસોડ હોવા અંગે વૈશ્વિક સ્‍તરના કેટલાક યુધ્‍ધ વિશેષજ્ઞો જણાવી રહ્યા છે તેમાં વાસ્‍તવિકતા પણ જોવા મળી રહી છે

(1:33 PM IST)