News of Tuesday, 24th March 2026
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની જાહેરાત કરી
પાર્ટીએ સ્થાનિક કાર્યકર્તાઓ અને જન આધારને ધ્યાનમાં રાખીને સમર્પિત અને સામાન્ય માણસના પ્રતિનિધિ તરીકે જાણીતા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૪ : દેવભૂમિ દ્વારકા, આમ આદમી પાર્ટીએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ સ્થાનિક કાર્યકર્તાઓ અને જન આધારને ધ્યાનમાં રાખીને સમર્પિત અને સામાન્ય માણસના પ્રતિનિધિ તરીકે જાણીતા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી:
રાણ જિલ્લા પંચાયત રામજી ભાઈ પરમાર
નંદાણા જિલ્લા પંચાયત રૂઘાભાઈ આંબલીયા
ભોગાત જિલ્લા પંચાયત પરબત ભાઈ ચાવડા
મોટા કાલાવડ જિલ્લા પંચાયત લખન ચાવડા (રબારી)
વેરાડ જિલ્લા પંચાયત રામશી ભાઈ ભાટિયા
આ તમામ ઉમેદવારો આમ આદમી પાર્ટીના મૂળ સિદ્ધાંતો — પારદર્શિતા, સેવા અને સામાન્ય માણસના હિત — સાથે પૂરેપૂરા સંકળાયેલા છે. પાર્ટી વિશ્વાસ સાથે કહે છે કે આ ઉમેદવારો જિલ્લા પંચાયતમાં સ્થાનિક સમસ્યાઓના નિવારણ માટે સતત સંઘર્ષ કરશે.
આમ આદમી પાર્ટીના દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે,
“આ તમામ ઉમેદવારોને અમારી હાર્દિક અભિનંદન. દરેક ઉમેદવારની સાથે આમ આદમી પાર્ટીની પૂરી ટીમ ઊભી છે. અમારા તમામ કાર્યકર્તાઓ અને સમર્થકોના સહિયારા પ્રયાસથી આ બેઠકો જરૂર જીતીશું અને દેવભૂમિ દ્વારકાના વિકાસમાં મહત્વનું યોગદાન આપીશું.”
આમ આદમી પાર્ટી સતત “સામાન્ય માણસની સરકાર”ના સિદ્ધાંત સાથે આગળ વધી રહી છે અને આ ચૂંટણીમાં પણ જનતાના સાચા પ્રતિનિધિને જીતાડવા માટે પ્રતિબદ્ધ છે. ઉમેદવાર જાહેર થતા જિલ્લા કાર્યાલય ખાતે મીઠાઈ વહેંચી ને ઉજવણી કરવામાં આવી હતી.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
