<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા સલમાબેન ઇલીયાસભાઇ થૈયમના ઘરેથી મળી આવેલ ગૌવંશના માંસના જથ્થા પ્રકરણમાં બંને આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે પંચનામુ

પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી પો.ઇન્સ. બી.જે.સરવૈયાની રાહબરીમાં એલસીબી પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી દ્વારા તપાસનો ધમધમાટ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૪ : નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષકશ્રી દેવભૂમિ દ્વારકાનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ ગઇ તા.૦૩/૦ર/ર૦ર૬ના રોજ  દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા સલમાબેન ઇલીયાસભાઇ થૈયમના ઘરેથી મળી આવેલ ગૌવંશના માંસના જથ્થા બાબતે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાના કામે એલસીબી દેવભૂમિ દ્વારકા દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસની કાર્યવાહી દરમ્યાન રૂપેણ બંદર વિસ્તારના નીચે જણાવ્યા મુજબના બીજા ર આરોપીઓ કે જેઓની આ ગુનાના કામે  સંડોવણી હોવાનુ જણાઇ આવતા તેઓની તા.ર૩/૦૩/ર૦ર૬ના રોજ વિધિવત ધરપકડ કરવામાં આવેલ છે. 

(૧) મુસાભાઇ અલ્લારખાભાઇ રાડીયા રહે. રૂપેણ બંદર નવી મસ્જિદની બાજુમાં તા.દ્વારકા 

(ર) મહમંદહુનીફ ઉર્ફે મુન્નાબાપુ અહેમદમીંયા સૈયદ રહે રૂપેણ બંદર નવી નિશાળની બાજુમાં તા.દ્વારકા    

      બન્ને આરોપીઓને સાથે રાખી એલસીબી  તથા દ્વારકા પો.સ્ટે.ના ડી સ્ટાફના પોલીસ અધિકારીશ્રી તથા ટીમના માણસો દ્વારા આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે માંસના જથ્થાનુ વેચાણ કરતી જગ્યાઓએ જઇ ઘટના સ્થળનુ વિગતે પંચનામુ કરી એલ.સી.બી. દેવભૂમિ દ્વારકા દ્વારા વિસ્તૃત અને જીણવટભરી રીતે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આ ગુનાની તપાસ પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી પો.ઇન્સ. બી.જે.સરવૈયા નાઓની રાહબરીમાં એલસીબી પો.સ.ઇ. બી.એમ.દેવમુરારીનાઓ ચલાવી રહેલ છે.

(4:04 PM IST)