<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

જામનગર એલસીબીને મોટી સફળતા :ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સોનાના દાગીના, રોકડ રકમ મોબાઈલ સહીત 2.60.500ના મુદામાલ સાથે બે આરોપીને ઝડપી લેવાયા

ગુલાબનગર સામે મોહનનગરમા થયેલ ઘરફોડ ચોરીના ગુનામા સંડોવાયેલ બંને આરોપીઓને ચાંદીબજારમાંથી દબોચી લીધા

જામનગર :ગઇ તા.૫/૦૩/૨૦૨૬ ના રોજ ફરીયાદી વર્ષાબેન વા/ઓ પ્રભુદાસ રતીલાલ લુકકા(રહે. મોહનનગર, " જય જલારામ ” જામનગર વાળા)ના રહેણાંક મકાનના કોઇ અજાણયા ચોર તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં લાકડાના કબાટમાંથી સોનાના દાગીના તથા રોકડ રૂપીયા ૪૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૧૦,૦૦૦ ની ચોરી કરી લઇ જતા ફરીયાદીએ અજાણયા ચોર વિરૂધ્ધમા સીટી એ ડીવી પો.સ્ટે.મા ગુનો રજીસ્ટર કરાવેલ હતો. જે ગુનો વણશોધાયેલ હતો.

 પોલીસ મહાનિરીક્ષક  રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓએ જામનગર જીલ્લામા બનેલ અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાં દાખલ થયેલ ચોરીઓના વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા અંગે એલ.સી.બી. ના પો.ઇન્સ.ને સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયાનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો ની અલગ અલગ ટીમો બનાવી ચોરીઓ ડીટેકટ કરવા કમાન્ડ કંટ્રોલમાં (નેત્રમ) સીસીટીવી ફુટેજ ચેક કરી, ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી જરૂરી વર્ક આઉટ કરવામા આવેલ હતુ.
દરમ્યાન એલ.સી.બી સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા મયુરસિંહ પરમારને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમા આશરે દોઢેક મહિના પહેલા ગુલાબનગર સામે મોહનનગરમા થયેલ ઘરફોડ ચોરીના ગુનામા સંડોવાયેલ નીચે લખ્યા નામ વાળા આરોપીઓને ચોરી કરી મેળવેલ સોનાના દાગીના, રોકડ રૂપીયા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨,૫૦,૫૦૦- ના મુદામાલ સાથે પો. સબ ઇન્સ. એ ચાંદીબજાર માંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓઃ-
૧) પ્રદિપભાઇ ઉર્ફે પદીયો સ/ઓ કારૂભાઇ કેશુભાઇ પઢારીયા (રહે. ગોડલ ચોકડી પાસે, ગુલાબનગર, રોલેકસ કંપનીની બાજુમા રાજકોટ મુળ- મોટીલાખાવડ તા.વીંછીયા જી.રાજકોટ) (૨) જગદીશભાઇ ઉર્ફે જગો સ/ઓ ગુણવંતભાઇ નિમાવત (રહે. સોલવંત કોઠારીયા, હાઉસીંગ બોર્ડ કવાર્ટર, મહાદેવના મંદિર પાસે, રાજકોટ મુળ- ચકમ જીવાપર તા.જી.મોરબી)
કબ્જે કરેલ મુદામાલઃ-
૧) બે સોનાની બંગડી જેનુ કોપર સહિત કુલ વજન ૨૩ ગ્રામ ૪૦૦ મીલીગ્રામ કિ.રૂ. ૧,૧૬,૦૦૦/-૨) ત્રણ સોનાની વીટી જેનુ કુલ વજન ૯ ગ્રામ ૪૫૦ મીલીગ્રામ કિ.રૂ. ૧,૨૧,૫૦૦/-
૩) રોકડ રૂપીયા ૧૩,૦૦૦/-૪) મોબાઇલ ફોન -૨ કિ.રૂ. ૧૦,૦૦૦/-કુલ મુદામાલ કિ.રૂ. ૨,૬૦,૫૦૦/-
શોધી કાઢેલ ગુનોઃ-૧) જામનગર સીટી એ પો.સ્ટે. ગુરન ૧૧૨૦૨૦૦૮૨૬૦૪૬૮/૨૬ બીએનએસ કલમ ૩૦૫(એ),૩૩૧(૩) મુજબ
ગુનાહિત ઇતિહાસઃ-
પ્રદિપભાઇ ઉર્ફે પદીયો સ/ઓ કારૂભાઇ કેશુભાઇ પઢારીયા નો ગુનાહિત ઇતિહાસ
૧) પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ગુરન ૧૦૭/૨૦૧૮ ભારતીય દંડ સંહિતા-૪૫૪, ૩૮૦
૨) પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ગુરન ૧૦૮/૨૦૧૮ ઇપીકો કલમ ૪૫૪,૩૮૦
૩) ગાંધીગ્રામ યુનિવર્સિટી ( ગાંધીગ્રામ-૨) ગુરન ૧૧૪/૨૦૧૮ ભારતીય દંડ સંહિતા ૪૫૪,૩ ૮૦
૪) ગાંધીગ્રામ યુનિવર્સિટી ( ગાંધીગ્રામ-૨) - ૧૧૭/૨૦૧૮ ભારતીય દંડ સંહિતા કલમ ૪૫૪,૩૮૦
૫) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ગુરન ૧૨૨/૨૦૧૮ ભારતીય દંડ સંહિતા કલમ ૩૮૦,૪૫૪

5) ગાંધીગ્રામ યુનિવર્સિટી ( ગાંધીગ્રામ-2) ગુરન ૧૨૭/૨૦૧૮ ભારતીય દંડ સંહિતા કલમ ૪૫૪,૩૮O
૭) માલવીયાનગર પોલીસ સ્ટેશન ગુરન ૧૨૨/૨૦૧૯ ભારતીય દંડ સંહિતા કલમ ૪૫૪,૩૮૦
૮) ચોટીલા પોલીસ સ્ટેશન ગુરન ૧૨/૨૦૧૯ ભારતીય દંડ સંહિતા કલમ ૪૫૪,૩૮૦
૯) રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુરન ૧૨૩૩/૨૦૨૦, ભારતીય દંડ સંહિતા કલમ ૪૫૪,૩૮૦
૧૦) રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ૧૨૫૩/૨૦૨૦ ભારતીય દંડ સંહિતા- ૪૫૪,૪૫૭,૩૮o
૧૧) પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ગુરન ૦૯૩૦/૨૦૨૦ ભારતીય દંડ સંહિતા કલમ ૩૮૦,૪૫૪
૧૨) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ગુરન ૧૭૮૩/૨૦૨૧ ભારતીય દંડ સંહિતા કલમ ૪૫૪,૩૮૦
૧૩) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ગુરન ૧૭૩૨/૨૧ ભારતીય દંડ સંહિતા કલમ ૪૫૪,૪૫૭,૩૮૦
૧૪) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ગુરન ૧૭૨૭/૨૦૨૧ ભારતીય દંડ સંહિતા કલમ ૪૫૪,૩૮૦
૧૫) જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુરન ૧૧૨૩/૨૦૨૧ ભારતીય દંડ સંહિતા કલમ ૪૫૪,૩૮૦
૧૬) પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ગુરન ૧૦૮/૨૦૨૧ ભારતીય દંડ સંહિતા કલમ ૪૫૪,૩૮૦
૧૭) આજી ડેમ પોલીસ સ્ટેશન ગુરન ૧૫૩૧/૨૦૨૧ ભારતીય દંડ સંહિતા કલમ ૪૫૪,૩૮૦
૧૮) આજી ડેમ પોલીસ સ્ટેશન ગુરન ૦૪૪૪/૨૦૨૨ ભારતીય દંડ સંહિતા કલમ ૪૫૪,૩૮૦
૧૯) રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ગુરન ૦૬૪૫/૨૦૨૨ ભારતીય દંડ સંહિતા કલમ ૪૫૭,૪૫૪,૩૮૦
૨૦) ગાંધીગ્રામ યુનિવર્સિટી ( ગાંધીગ્રામ-2) ગુરન ૧૧૧૩/૨૩ ભારતીય દંડ સંહિતા કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪
૨૧) આજી ડેમ પોલીસ સ્ટેશન ગુરન ૦૨૫૮/૨૦૨૩ ભારતીય દંડ સંહિતા કલમ ૪૫૪,૩૮૦
૨૨) સુરત શહેર પુનાગામ પોલીસ સ્ટેશન ગુરન ૧૩૯૬/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૫,૩૩૧(૩)
૨૩) પ્રધ્યમુન નગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૧૮૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા,૩૦૫,૩૩૧(3)
જગદીશભાઇ ઉર્ફે જગો સ/ઓ ગુણવંતભાઇ નિમાવત નો ગુનાહિત ઇતિહાસ
૧) પ્રધ્યમુન નગર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૧૮૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા,૩૦૫,૩૩૧ (૩)
   આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઈ.એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઇ તલવાડીયા. હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાર્લિહ જાડેજા,ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(7:09 PM IST)