હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબી જિલ્લામાં વિશ્વ ક્ષય (ટીબી) દિવસની ઉજવણી અંતર્ગત જાગૃતિ કાર્યક્રમો યોજાયા.
માળિયાના ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ શાળા-કોલેજ અને આરોગ્ય કેન્દ્રોમાં વિશ્વ ક્ષય (ટીબી) દિવસની ઉજવણી નિમિત્તે જાગૃતિ કાર્યક્રમો યોજાયો હતા. સાથે જ લોકોને આ રોગ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
માળિયાના ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી.
માળિયા તાલુકાના ખાખરેચી ગામમાં આવેલી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ખાખરેચીના સહયોગથી વિશ્વ ક્ષય (ટીબી) દિવસ નિમિત્તે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ટીબીના રોગ અંગે જાગૃતિ લાવવા અને તેમને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝર વાઘેલા મહેશભાઈએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે ટીબી રોગ શું છે, તે કેવી રીતે ફેલાય છે અને તેના પ્રાથમિક લક્ષણો (જેવા કે સતત ખાંસી, તાવ, વજન ઘટવું, રાત્રે પરસેવો થવો) વિશે વિગતવાર સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ટીબી હવાથી ફેલાતો રોગ છે, તેથી છીંક કે ખાંસી વખતે રૂમાલ કે માસ્કનો ઉપયોગ કરવો હિતાવહ છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ટીબી સંપૂર્ણપણે મટી શકે તેવો રોગ છે અને સરકાર દ્વારા તેની મફત સારવાર આપવામાં આવે છે, તેથી કોઈપણ પ્રકારનો ભય કે ગેરસમજ રાખવી નહીં.
આ ઉપરાંત, કાર્યક્રમમાં સરકારની વિવિધ બાળ રસીકરણ યોજનાઓ વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને ચેપી રોગોથી બચવા બાળકોનું સમયસર રસીકરણ કરાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય મેહુલભાઈ ભોરણિયાએ આરોગ્ય કેન્દ્રમાંથી પધારેલા વાઘેલા મહેશભાઈ, પરમાર નીતિનભાઈ તેમજ અન્ય તમામ સ્ટાફનો હાર્દિક આભાર માની આવા આરોગ્યલક્ષી કાર્યક્રમોને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી ગણાવ્યા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
