<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ટંકારા પાલિકાની ચૂંટણીનો ધમધમાટઃ વોર્ડ વાઈઝ મતદાર યાદી જાહેર, ૬ વોર્ડમાં ૯,૯૩૧ મતદારો નોંધાયા

 

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૨૫: નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી પૂર્વેની મહત્વની પ્રક્રિયાના ભાગરૂપે આજે વોર્ડ વાઈઝ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

 ટંકારા નગરપાલિકાના કુલ ૬ વોર્ડમાં ૧૨ બુથ બનાવ્યા છે વોડ નંબર ૧ માં ૧૦૪૨પુરૂષો ૯૨૫ સ્ત્રી કુલ ૧૯૬૭ મતદારો છે વોડ નંબર ૨માં ૮૫૭ પુરૂષો ૮૧૭સ્ત્રી કુલ ૧૬૭૪ મતદારો છે વોડ નંબર ૩ માં ૬૫૨ પુરૂષો ૬૪૧ સ્ત્રી કુલ ૧૨૯૩ મતદારો છે વોડ નંબર ૪ માં ૮૫૩ પુરૂષો ૮૩૩ સ્ત્રી કુલ ૧૬૮૬ મતદારો છે વોડ નંબર ૫ માં ૧૦૩૧ પુરૂષો ૯૭૫ સ્ત્રી કુલ ૨૦૦૬ મતદારો છે વોડ નંબર ૬ માં ૬૫૭ પુરૂષો ૬૪૮ સ્ત્રી કુલ ૧૩૦૫ મતદારો છે.

(10:47 AM IST)