<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ભાવનગરમાં ૫૦ જીવતા કારતૂસ અને કાળિયારના શીંગડા મામલે ઝડપાયેલા શેખ બંધુઓ જેલહવાલે

 

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૫: જોેગીવાડની ટાંકી પાસે આવેલા ઉબેદ શેખના નિવાસસ્થાન 'ઈન્ડિયા હાઉસ' પર એસપી સહિતના કાફલાએ દરોડો પાડ્યો હતો. આ સર્ચ દરમિયાન પોલીસને ત્યાંથી ૫૦ જીવતા કારતૂસ, ૬ છરા, એક પોકેટ મંકી, વિદેશી દારૂની બોટલ અને વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ પ્રતિબંધિત એવા કાળિયારના ૪ શીંગડા મળી આવ્યા હતા. આ મામલે ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનાઓ નોંધી ઉબેદ અબ્દુલ્લા ઉર્ફે ઉબેદ કરીમભાઈ શેખ અને તેના ભાઈ ઈમદાદુલ્લા ઉર્ફે ઈમદાદની ધરપકડ કરવામાં આવી હતી.

એસઓજી  દ્વારા આ બંને ભાઈઓના રિમાન્ડ મેળવી પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે, મળી આવેલા ૫૦ જીવતા કારતૂસ તેમના પર્સનલ બોડીગાર્ડના છે, જે હાલ મધ્યપ્રદેશમાં હોવાનું જાણવા મળ્યું છે. આ કબૂલાતના આધારે હવે પોલીસ દ્વારા સિક્યુરીટી ગાર્ડને નોટિસ આપી પૂછપરછ માટે બોલાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

(1:34 PM IST)