તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 25th March 2026
ભૂપેન્દ્રભાઇના હસ્તે ‘‘પૂ.ભાઇશ્રી''ની માતૃભૂમી દેવકામાં કન્યા છાત્રાલય ભોજનાલયનું લોકાર્પણ
૧ એપ્રિલને બુધવારે સમારોહઃ પૂ. મુકતાનંદબાપુ રીવાબા જાડેજા, કૌશિકભાઇ વેકરીયા, જીતુભાઇ વાઘાણી સહિતના ઉપસ્થિત રહેશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૨૫: પૂજય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પાવન માતૃભૂમિમાં શિક્ષણ સંસ્કાર અને સેવા માટે દેવકા ગામમાં પ્રસ્થાપિત દિવ્ય દેવકા વિદ્યાપીઠમાં બે નવા સોપાન ઉમેરાઈ રહ્યા છે અત્યાર સુધી વિશાળ અદ્યતન સ્કૂલ એવમ કોલેજ બિલ્ડીંગ દીકરીઓ માટે સર્વ સુવિધા યુક્ત બે છાત્રાલય ભવન માં શૈક્ષણિક કાર્ય સુપેરે ચાલી રહ્યું છે. હાલમાં વિશેષમાં દેવકા વિદ્યાપીઠ પરિસરમાં ૧૦૦૦ દીકરીઓ માટે આધુનિક છાત્રાલય અને ભવ્ય ભોજનાલયનું નિર્માણ કાર્ય પરિપૂર્ણ થયુ છે
પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી તારીખ ૧ /૪/ ૨૦૨૬ બુધવારના સવારે ૧૦ કલાકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમનું લોકાર્પણ થશે.
દેવકા વિદ્યાપીઠ દેવકા તા. રાજુલા જી. અમરેલી ખાતે આયોજીત આ કાર્યક્રમમાં પાવન સાન્ધ્યિ પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા સભાપતિ શ્રી પૂ. મૂકતાનંદજી બાપુ (ચાપરડા) પ્રાપ્ત થશે.
આ તકે રિવાબા જાડેજા (શિક્ષણ મંત્રીશ્રી, ગુજરાત) જીતુભાઇ વાઘાણી (કેબિનેટ મંત્રી, ગુજરાત) કૌશિકભાઇ વેકરીયા (મંત્રી, ગુજરાત) મહેશભાઇ કસવાલા (ધારાસભ્ય સાવરકુંડલા) હિરાભાઇ સોલંકી (ધારાસભ્ય, રાજુલા) જનકભાઇ તળાવિયા (ધારાસભ્ય લાઠી) જે.વી.કાકડિયા (ધારાસભ્ય, ધારી) ઉપસ્થિત રહેશે.
છાત્રાલય ભવનના દાતા સરલાબેન તનસુખભાઇ ગણાત્રા પરિવાર (અમેરિકા) ભોજનાલય દાતા વિણાબેન નરેશભાઇ નાગ્રેચા પરિવાર (યુકે)
સૌને ઉપસ્થિત રહેવા પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા તથા વ્રજ ભાથીરથી ચેરીટેબલ ટ્રસ્ટ સૂપૃકાંતભાઇ ઓઝા ટ્રસ્ટીએ આમંત્રણ પાઠવ્યું છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
