News of Wednesday, 25th March 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આગાહી સાથે મિશ્ર હવામાનનો માહોલ

તસ્વીરમાં ગોંડલમાં છવાયેલા વાદળા નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
રાજકોટ તા. રપઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરીવાર માવઠાની આગાહી સાથે મિશ્ર હવામાનનો માહોલ યથાવત છે. સવારે આછા વાદળા સાથે સામાન્ય ઠંડક અનુભવાય હતી.જો કે બપોરે ધોમધખતો તાપ યથાવત છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ રાજયમાં આગામી તા. ર૭ થી ૩૦ માર્ચ દરમિયાન માવઠા તથા કમોસમી વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાગાયતી પાકોમાં તકેદારી રાખવા માટે જરૂરી સુચનાઓ બહાર પાડવામાં આવી છે.
ખેડૂતોએ ખેતરમાં પરિપકવ થયેલ ફળ અને શાકભાજી સહિતના પાકો ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશોને સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક અને તાળપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા જણાવ્યું છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળે તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન-ર૩.પ સે.ગ્રે. મહત્તમ તાપમાન-૩૩.પ સે.ગ્રે., ભેજનું પ્રમાણ-૭૪ ટકા પવનની ગતિ ૮.૧ કિ.મી. રહી છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
