<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

હળવદમાં દંપતિને ઘરમાંથી બહાર ઢસડી હુમલોઃ પતિની હત્‍યાઃ એક હુમલાખોર પણ ઘાયલઃ બાઇક સળગાવાયું

તમે કેમ મારા ભત્રીજા વિશાલ સાથે ઝઘડો કર્યો'તો કહી નટુભાઇ, તેના પત્‍નિ, પુત્રો, ભાભી સહિત છ જણાએ ઘરમાં ઘુસી ધોકા-પાઇપ ફટકાર્યા પછી રતનબેન અને તેના પતિ કાળુભાઇને ઢસડીને શેરીમાં ખેંચી જઇ ફરી પાઇપના ઘા ઝીંક્‍યાઃ રતનબેને કહ્યું-અમારી ભાણેજની અગાઉ વિશાલે છેડતી કરી હતીઃ અમે ઠપકો દેતાં ખાર રાખી હત્‍યા કરાઇ : કાળુભાઇ પરમાર (ઉ.વ.૫૫) અને તેના પત્‍નિ રતનબેન પરમાર (ઉ.વ.૫૦)ને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયાઃ કાળુભાઇએ દમ તોડી દીધોઃ નટુભાઇ, તેના દિકરાઓ આશિષ, રવિ, દિપક, પત્‍નિ હંસા અને ભાભી લત્તાબેન વિરૂધ્‍ધ ગુનોઃ સામા પક્ષે નટવરભાઇની ફરિયાદ પરથી મૃતક કાળુભાઇ, તેના દિકરા જયેશ અને પત્‍નિ રતનબેન સામે વળતો ગુનોઃ નટવરભાઇના બાઇકને જયેશે કેમિકલ છાંટી ભડકે બાળ્‍યું: હળવદ પોલીસે સામ-સામે ગુના નોંધ્‍યો

હત્‍યાનો ભોગ બનેલા કાળુભાઇ મોહનભાઇ પરમારનો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને હુમલામાં જેને પગમાં ફ્રેકચર થયું છે તે કાળુભાઇના પત્‍નિ રતતબેન પરમાર રાજકોટ સારવાર હેઠળ છે તે નજરે પડે છે (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૨૫: હળવદમાં જુના મનદુઃખને કારણે  બે પરિવારો વચ્‍ચે ધમાલ મચી જતાં એક પરિવારના છ લોકોએ બીજા પરિવારના ઘરમાં ઘુસી જઇ પ્રોૈઢ અને તેમના પત્‍નિ પર ધોકા-પાઇપથી હુમલો કરી માર મારી ગંભીરઇ જા પહોંચાડી બાદમાં બંનેને ઘરમાંથી ઢસડીને બહાર કાઢી ફરીથી પાઇપના ઘા ફટકારી, પાટા મારી ખૂનની ધમકી દીધી હતી. ગંભીર ઇજાગ્રસ્‍ત દંપતિને સારવાર માટે રાજકોટ ખસેડાતાં પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો છ જણા સામે દાખલ કર્યો હતો. સવારે આ દંપતિમાંથી પતિનું મોત થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો હતો. સામા પક્ષના એક વ્‍યક્‍તિને પણ પથ્‍થરના ઘા અને ધોકાના હુમલાથી ઇજા થઇ હતી. તેનું બાઇક પણ સળગાવી નખાયું હતું. સામ સામે હળવદ પોલીસે ગુનો નોંધ્‍યો છે.

આ બનાવમાં હળવદ પોલીસે હળવદમાં બસ સ્‍ટેશન પાછળ કૃષિ વિદ્યાલયવાળી શેરીમાં રહેતાં રતનબેન કાળુભાઇ પરમાર (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી તેના જ ગામના નટુભાઇ નાનજીભાઇ પરમાર, આશિષ નટુભાઇ, રવિ નટુભાઇ, દિપક નટુભાઇ, હંસાબેન નટુભાઇ અને લત્તાબેન શૈલેષભાઇ પરમાર વિરૂધ્‍ધ હત્‍યાનો કોશિષનો ગુનો મોડી રાતે નોંધ્‍યો હતો. દરમિયાન રાજકોટમાં સારવાર વખતે રતનબેનના પતિ કાળુભાઇ મોહનભાઇ પરમાર (ઉ.વ.૫૫)નું મોત થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે.

રતનબેને ફરિયાદમાં  જણાવ્‍યું છે કે મંગળવારે સાંજે સાડા ચારે વાગ્‍યાના અરસામાં મારા પતિ કાળુભાઈની તબિયત ખરાબ હોય હું તથા મારી દીકરી સરોજ અને મારા દીકરા જયેશની પત્‍નિ મનીષાબેન અમારા ઘરે હાજર હતા. તેવામાં અમારી પાછળની શેરીમાં રહેતાં નટુભાઈ નાનજીભાઈ પરમાર તથા તેનો દીકરો આશિષ અમારા ઘરની અંદર આવેલ અને નટુભાઈના હાથમાં કુહાડી અ ને તેના દીકરા આશિષના હાથમાં લાકડાનો ધોકો હતો અને અમને કહેવા લાગેલ કે તમે ગઈ સાત તારીખે મારા ભત્રીજા વિશાલ સાથે કેમ ઝઘડો કરેલ? તમારા કારણે મારા દીકરા આશિષની નોકરી ગયેલ છે તેમ કહી અમને ગાળો દેવા લાગેલ અને ગાળો દેવાની ના કહેતા તે બંને એકદમ ઉશ્‍કેરાઇ ગયેલ અને નટુભાઈએ તેના હાથમાં રહેલ કુહાડીનો એક ઘા મારા પતિના માથામાં મારી દીધેલ અને આશિષે તેના હાથમાં રહેલા લાકડાના ધોકાથી મારા પતિને માથાના ભાગે મારેલ જેથી મા રા પતિને બચાવવા હું વચ્‍ચે પડતા આશિષે લાકડાના ધોકા થી મારા જમણા પગે બે ત્રણ ઘા મારી દીધા હતાં.

 બાદ આ બંને મને તથા મારા પતિને ઢસડીને બહાર શેરીમાં લઈ ગયેલ અને બહાર શેરીમાં નટુભાઈના દીકરા રવિ તથા દીપક તથા તેની પત્‍નિ હંસાબેન તથા તેના ભાભી લતાબેન હાજર હતા. જેમાં રવિના હાથમાં લોખંડનો પાઇપ હતો અને દિપક તથા હંસાબેન અને લતાબેન ખાલી હાથે ઊભા હતા. આ દરમિયાન રવિએ મારા પતિને શરીરે લોખંડનો પાઈપ મારેલ અને હંસાબેન તથા લતાબેને મને પકડી રાખેલ અને દીપક એ મને પગેથી શરીરે લાતો મારવા લાગેલ અને બાદ મારી દીકરી સરોજ તથા અમારી પુત્રવધુ મનીષા તથા પાડોશમાંથી ભેગા થયેલ માણસોએ આ લોકોના વધુ મારથી છોડાવ્‍યા હતાં.

ત્‍યારબાદ આ લોકો ભાગી ગયેલ હતા અને ભાગતા ભાગતા કહેતા ગયેલ કે આજ તો તમે બચી ગયા છો પણ હવે પછી અમારી સાથે માથાકૂટ કરી છે તો જાનથી મારી નાખીશું તેમ ધમકી આપી ભાગી ગયેલ હતા અને બાદ અમારા પાડો શી ઈશાભાઈ કરસનભાઈ પરમારે ૧૦૮ માં ફોન કરતા ૧૦૮ આવતા મને તથા મારા પતિને તેમાં બેસાડી હળવદ સરકારી હોસ્‍પિટલ લઈ ગયેલ અને ત્‍યાંથી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્‍પિટલ લઈ ગયેલ અને ત્‍યાંથી વધુ સારવાર અ ર્થે અહીં રાજકોટ સરકારી હોસ્‍પિટલમાં સારવારમાં દાખલ કર્યા હતાં. મને જમણા પગમાં ફેક્‍ચર થયાનું ડોક્‍ટરે કહ્યું હતું. મારા પતિ બેભાન છે. નટુભાઈ, તેની પત્‍નિ હંસાબેન તથા તેના દીકરા આશિષ, રવિ અને દીપક તથા નટુભાઈના ભાભી લતાબેને મને તથા મારા પતિને જાનથી મારી નાખવાના ઇરાદે કુહાડી, લાકડાનો ધોકો તથા લોખંડના પાઇપથી માર મારી હત્‍યાનો પ્રયાસ કર્યો છે.

તેમ વધુમાં રતનબેને કહેતાં પીએસઆઇ એસ. એચ. ભટ્ટે ગુનો દાખલ કર્યો હતો. જો કે સવારે કાળુભાઇનું મોત થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાતાં હત્‍યાની કલમનો ઉમેરો કરાયો હતો. હત્‍યાનો ભોગ બનેલા કાળુભાઇ ત્રણ બહેન અને છ ભાઇમાં નાના હતા અને સેન્‍ટીંગ કામ કરતાં હતાં. તેને સંતાનમાં પાંચ દિકરી અને બે દિકરા છે. રતનબેને રાજકોટ ખાતે એવુ પણ કહ્યું હતું કે અગાઉ અમારી ભાણેજની કાળુભાઇના ભાઇ શૈલેષના દિકરા વિશાલે છેડતી કરી હોઇ ત્‍યારે અમે તેને ઠપકો આપતાં માથાકુટ થઇ હતી. તે વખતે નટુભાઇએ ધમકી આપેલી કે અમારે સિમંત પ્રસંગ પતી જાય પછી તમારો વારો કાઢશું. આ ધમકી મુજબ જ પ્રસંગ પુરો થતાં જ નટુભાઇ સહિતનાએ આવી જીવલેણ હુમલો કર્યો હતો. 

સામા પક્ષે હળવદમાં જ મલવાસ સામે જાગનાથ સોસાયટીમાં રહેતાં નટવરભાઇ નાનજીભાઇ પરમાર (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી જયેશ કાળુભાઇ પરમાર, કાળુભાઇ મોહનભાઇ પરમાર, રતનબેન મોહનભાઇ પરમાર વિરૂધ્‍ધ પણ ગુનો નોંધાયો છે. નટવરભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું છુટક મજુરી કરુ છું. ૨૪મીએ બોપરે સાડા ત્રણેક વાગ્‍યે બાઇક હંકારી જતો હતો ત્‍યારે કૃષી શાળા રોડ પર જયેશ કાળુભાઇ, તેના પિતા કાળુભાઇ મોહનભાઇએ ઘરમાંથી શેરીમાં છુટા પથ્‍થરના ઘા કરીમ ને જોઇને કહેલું કે-તું એ જ છો ને અમારી સામે ફરિયાદ કરનાર? તેમ કહી મને પથ્‍થરથી ઇજા કરી હતી. જયેશે ધોકાથી માર માર્યો હતો. જેથી મને માથામાંથી લોહી નીકળ્‍યું હતું. બાદ જયેશે ઘરમાંથી કોઇ કેમીકલ લાવી મારુ બાઇક જીજે૧પીજે-૮૪૮૮ સળગાવી નાંખ્‍યું હતું.

ત્‍યાં મારો દિકરો આશિષ આવી જતાં આ લોકો ભાગી ગયા હતાં. આશિષ મને દવાખાખે લઇ ગયો હતો. હળવદથી વધુ સારવાર માટે સુરેન્‍દ્રનગર મને લઇ આવ્‍યા હતાં. જુનુ મનદુઃખ રાખી મારા પર હુમલો કરી મારું બાઇક આ લોકોએ સળગાવી નાંખ્‍યું હતું. પીએસઆઇ આર. બી. ટાપરીયાએ આ ગુનો નોંધ્‍યો હતો. 

(11:25 AM IST)