તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Wednesday, 25th March 2026
ગોંડલમાં મકાનમાં જુગાર રમતા ૬ શખ્સો પકડાયાઃ રૂરલ એલસીબીનો દરોડો
દિલાવર ઠેબા જુગાર રમાડતો'તોઃ ૧.૯૦ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ, તા. રપઃ ગોંડલમાં મકાનમાં ચાલતા જુગારના હાટડા ઉપર રૂરલ એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા ૬ શખ્સોને ૧.૯૦ લાનો મુદામાલ સાથે ઝડપી લીધા હતા એક શખ્સ નાસી છુટયો હતો.
ગોંડલ શહેર વિસ્તારમાં વેરી દરવાજા પાસે આવેલ બેઠી ધાબી પાસે રહેતા દિલાવર ઉર્ફે દિલો કાદરભાઇ ઠેબા પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાને જુગાર રમી-રમાડી જુગારનો અખાડો ચલાવતો હોય રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબીએ મકાનમાં રેઇડ કરી જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી લીધા હતા.
જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં મકાનમાલીક (૧) દિલાવર ઉર્ફે દિલો કાદરભાઇ ઠેબા, (ર) રવિ ભુપતભાઇ દુદાણી, મોવિયા ગાબ બસ સ્ટેન્ડ પાસે તા. ગોંડલ, (૩) અશોક સંભુભાઇ જોટંગીયા, રાજકોટ સાધુ વાસવાણી રોડ, ગોલ્ડન સુપર માર્કેટની બાજુમાં જલ્યાણ કોમ્પ્લેકસ, (૪) મનોજભાઇ મેરામણભાઇ સુવા, રહે. ઉપલેટા, દ્વારકાધીશ સોસાયટી જી. રાજકોટ, (પ) ઉમેશ પરબતભાઇ ચંદ્રવાડિયા, રહે. ઉપલેટા વિક્રમ ચોક, જી. રાજકોટ તથા (૬) મયુર પીઠાભાઇ સુવા (ઉ.વ.૩પ), રહે. ઉપલેટા સુવા પ્લોટને ઝડપી લીધા હતા. જયારે (૭) દિલીપ ઉર્ફે મુન્નો જેન્તીભાઇ ભાલાળા રહે. મુળ કામઢીયા હાલે ગોંડલ આઇ. ટી. આઇ. પાછળ તિરૂમાંલા ગોલ્ડ સોસાયટી નાસી છૂટયો હતો.
પોલીસે રોકડા રૂપિયા ૭૦,પ૦૦ મો. નંગ ૪ કિ. રૂા. ૪૦,૦૦૦ તથા મો. સા. નંગ-ર, કિ. રૂા. ૮૦,૦૦૦ મળી કુલ રૂા. ૧,૯૦,પ૦૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરી એલ. સી. બી. રાજકોટ ગ્રામ્યના પીઆઇ વી. વી. ઓડેદરા, તથા કે. એમ. ચાવડા, પીએસઆઇ એચ. સી. ગોહીલ, પીએસઆઇ આર. વી. ભીમાણી, પીએસઆઇ પી. એન. ભરવાડ, તથા એએસઆઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, એએસઆઇ જયવીરસિંહ રાણા, એએસઆઇ અનિલભાઇ ગુજરાતી તથા એચ. સી. પ્રહલાદસિંહ રાઠોડ, એચસી ભગીરથસિંહ જાડેજા, તથા એચ.સી. અરવિંદસિંહ જાડેજા તથા પીસી શકિતસિંહ જાડેજા તથા પીસી રણજીતભાઇ બોરડ સહિતના સ્ટાફે કરી હતી.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
