તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th March 2026
ગોંડલના બિટુ જાડેજા સામે વધુ એક ફરીયાદ
ખડવંથલીના ધનજીભાઇ ભુડીયાના પ્લોટનું કોઇ અવેજ આપ્યા વગર સાટ્ટાખત કરાવી મોબાઇલ ટાવર ખડકી દિધો

રાજકોટ તા. રપ :.. ગોંડલમાં મકાન-દુકાનો ખાલી કરાવનાર બિટુ જાડેજા સામે ખડવંથલીમાં પ્લોટનું બળજબરીથી સાટાખત કરી મોબાઇલ ટાવર ખડકી દિધાની તાલુકા પોલીસમાં ફરીયાદ થઇ છે
મળતી વિગતો મુજબ ધનજીભાઇ રવજીભાઇ ભુંડીયા ધંધો.ખેતી રહે.ખડવંથલી તા.ગોંડલએ આરોપી ભર્ગરાજસિંહ ઉર્ફે બિટ્ટુ જાડેજા રહે.ગોંડલ સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી ભર્ગરાજસિંહ ઉર્ફે બીદુભાઇ જાડેજાએ ફરિયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગોંડલ તાલુકાના ખડવંથલી ગામના સર્વે નં.૨૪૧ પૈકીની જમીન પૈકી ફરિયાદીના પ્લોટ નં.૫ ની ૩૬૩-૭૧-૬૧ ચોરસ મીટરના પ્લોટ પૈકી ૧૨૫-૪૧૫ ચોરસ મીટરની જમીનનો કબજા રહીતનો કોઇપણ અવેજ આપ્યા વગર રજીસ્ટર સાટ્ટાખત બળજબરીથી કરાવી લઇ ફરિયાદીની તે જમીનમાં જીઓ કંપનીનો મોબાઇલ ટાવર ઉભો કરી ફરિયાદીને જો તુ આ વાત કોઇને કરીશ તો તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી. આ ફરીયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરીખ તપાસ હાથધરી છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
