<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

પોરબંદરમાં કાલે રામનવમીની શોભાયાત્રાઃ અયોધ્‍યા મંદિરના ફલોટનું આકર્ષણ

વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામ જન્‍મોત્‍સવ અવસરે બે દિવસ કાર્યક્રમોઃ રામયજ્ઞ રામધૂન અને સત્‍યનારાયણની કથાઃ ભાવિકોને આમંત્રણ

રામનવમી ઉજવણીના આયોજન માટે વિશ્વ હિન્‍દુ પરિષદ બજરંગદળ અને સનાતન હિન્‍દુ સમાજની બેઠક મળી તે તસવીર 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૫: ે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્‍મોત્‍સવ નિમિત્તે બે દિવસ કાર્યક્રમનું વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ તથા સમગ્ર સનાતન હિન્‍દુ સમાજ દ્વારાં આયોજન કરવામાં આવ્‍યું છે.

આવતીકાલે તા.૨૬ ના રોજ ભગવાન શ્રી રામચંદ્રજીની  શોભાયાત્રા યોજાશે. વિશેષ આકર્ષણ રૂપે, આ વર્ષે ભગવાન શ્રી રામજીની પાલખી અયોધ્‍યા શ્રી રામ મંદિરની થીમ પર ભવ્‍ય રીતે તૈયાર કરવામાં આવી રહી છે, જે ભક્‍તિ અને આસ્‍થાનો અનોખો અનુભવ કરાવશે. સવારે રામ યજ્ઞ યોજાયો હતો.

આજે તા. ૨૫ શ્રી સત્‍યનારાયણ ભગવાનની કથા ラ સાંજેઃ ૪:૦૦ વાગ્‍યે રામધુન ラ રાત્રે ૯:૩૦ થી ૧૧:૩૦ રામનવમીએ  તા. ૨૬/મીએ  શોભાયાત્રા ラ બપોરે ૨:૦૦ વાગ્‍યે રામજી મંદિર, જાનકી મઠ, શીતળા ચોકથી પ્રસ્‍થાન કરવામાં આવશે.

આ શોભાયાત્રા શીતળા ચોક,ભાવના ડેરી,રામટેકરી રોડ ,પારસ ડેરી,એમ.જી. રોડ ,સુદામા ચોક,માણેક ચોક , સ્‍વસ્‍તિક હોલ, બંદર રોડ,પાલાનો ચોક,શહીદ ચોક ,અને થઇ જાનકી મઠ ખાતે ભગવાન શ્રી રામજીની આરતી સાથે પૂર્ણ થશે.

જે કોઈ ભક્‍તજનો તન-મન-ધનથી આ મહોત્‍સવમાં સહભાગી થવા માંગતા હોય તેઓ નીચે જણાવેલ સેવાભાવી કાર્યકર્તાઓનો તેમજ મુરૂભાઈ ઓડેદરા (જિલ્લા મંત્રી, વિશ્વ હિન્‍દુ પરિષદ) મો.૯૪૨૭૨૨૮૩૧૭, બાબુભાઈ ગોરાણીયા (જિલ્લા સહમંત્રી)મો.૭૯૮૪૧ ૦૪૦૩૦,જયેશભાઈ જોષી (જિલ્લા સહમંત્રી)૭૯૯૦૩ ૭૩૮૭૮ સંપર્ક કરવા જણાવાયુ છે.

શ્રી રામ વિશ્વ હિન્‍દુ પરિષદ બજરંગદળ અને સમસ્‍થ સનાતની સમાજ દ્વારા રામનવમી ભવ્‍ય શોભા યાત્રાના આયોજન અંગે વિવિધ સમાજના આગેવાનોસાથે ની બેઠક બેઠક મળી હતી.

પોરબંદર શોભા યાત્રાના આયોજનના ભાગરૂપે  જાનકી મઢ.શ્રી રામજી મંદિર ખાતે રાત્રે ૯:૩ર્૦ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં પોરબંદર શહેરના વિવિધ જ્ઞાતિ-સમાજના પ્રમુખશ્રીઓ, ટ્રસ્‍ટી શ્રી આગેવાનશ્રી.મંત્રી શ્રી ઓ અને પટેલશ્રીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

આ બેઠકમાં ઉપસ્‍થિત તમામ સમાજના આગેવાનો.પ્રમુખ શ્રી ઓ પટેલ શ્રી ઓ ને આ ભગવાન શ્રી રામ જી ની દિવ્‍ય શોભા યાત્રા યાત્રામા પોતાના સમાજ સાથે જોડાવવા અને યાત્રાની શોભા વધારવા માટે ભાવભર્યું આમંત્રણ અને વિનંતી કરવામાં આવી હતી.

આને આ બેઠક આરએસએસના અધિકારીશ્રીઓનું માર્ગદર્શનઃ પણ આ પ્રસંગે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (ય્‍લ્‍લ્‍) ના ઉચ્‍ચ પદાધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમના દ્વારા પ્રાસંગિક અને પ્રેરણાદાયી શ્નબૌધિક ‘વચન' આપવામાં આવ્‍યું હતું, જેને ઉપસ્‍થિત સૌ કોઈએ બિરદાવ્‍યું હતું.

(12:09 PM IST)