તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th March 2026
શુક્રવારે જગદીશ વિશ્વકર્મા શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શને
કાલે રાત્રે આગમન : ર૦૦ વાહનોની દ્વારકાથી ખંભાળીયા સુધીની રેલી

(સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. રપ : ભાજપના પ્રમુખ થયા પછી જગદીશ વિશ્વકર્મા પ્રથમ વખત દ્વારકા જિલ્લાની મુલાકાતે આવીને દ્વારકાધીશના ચરણે વંદન કરી કાર્યક્રમોમાં ભાગ લેશે.
તા. ર૬-૩-ર૬ ના રાત્રે વંદે ભારત ટ્રેનઇમાં દ્વારકા રેલ્વે સ્ટેશને તેમનું આગમન થશે જયાં જિલ્લા ભાજપના તથા દ્વારકાના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત થશે. રાત્રિ રોકાણ તેઓ દ્વારકા સરકીટ હાઉસમાં કરશે.
ર૭-૩-રપ ના સવારે સરકીટ હાઉસ ખાતે ભાજપના સીનીયર કાર્યકરો સાથે નાસ્તા બેઠક કરીને સવારે નવ વાગ્યે દ્વારકાધીશ દર્શને જશે.
સવારે ૯ાા વાગ્યે દ્વારકાથી જગદીશ વિશ્વકર્મા બસો ફોર વ્હીલરની વિશાળ રેલી સાથે ખંભાળિયા પહોંચશે જયાં મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે રાજપુત સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત થશે તથા એક હજાર બાઇક સવાર યુવાનો રેલી કાઢીને તેમને દ્વારકેશ કમલમ ભાજપ કાર્યાલયમાં પહોંચાડશે. કાર્યાલયે વિવિધ બાર જ્ઞાતિઓ દ્વારા તેમનું સ્વાગત થશે તથા કાર્યાલય નિરીક્ષણ અને કાર્યકર્તા સંમેલન થશે. બપોરે બૌધ્ધિક નાગરીકો સાથે બેઠક અને જિલ્લા મુખ્ય ટીમ સાથે ખાનગી બેઠક યોજાશે જયાંની પછી ભાજપના બુથ પ્રમુખના નિવાસ સ્થાને ભોજન લઇ બપોરે તેઓ દ્વારકા જિલ્લાની વિદાય લેશે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
