News of Wednesday, 25th March 2026
'છોટી કાશી' માં આવતીકાલે સ્થાનિકો માટે 'ઘર આંગણે ગંગા' જેવો ધર્મોત્સવ : જામનગરનાં ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં શારદાપીઠનાં શંકરાચાર્યજીની થશે પધરામણી
કાલે ગુરુવારે સાંજે ૭:૩૦ કલાકે દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીની પધરામણી થશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૫ : જામનગરમાં ડિકેવી સર્કલ પાસે આવેલા ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટનાં આંગણે તા. ૨૬/૩ ને ગુરુવારે સાંજે ૭:૩૦ કલાકે દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીની પધરામણી થશે.શહેરમાં કોઈ એપાર્ટમેન્ટનાં સામૂહિક આયોજનમાં શંકરાચાર્યજીની પધરામણી અભૂતપૂર્વ ઘટના કહી શકાય. સમગ્ર આયોજનને લઇને સ્થાનિકો દ્વારા ભવ્ય તૈયારીઓ થઇ રહી છે.ગોલ્ડન નેસ્ટ કોન્ડોમિનીયમ દ્વારા સર્વે ફ્લેટ ધારકોને 'ઘર આંગણે ગંગા' જેવા ધર્મોત્સવનો લાભ લેવા સર્વે ધર્મ પ્રેમીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
