તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th March 2026
જ્યાં પણ કથા ચાલતી હોય ત્યાં આમંત્રણ ન હોય તો પણ પહોંચી જવું જોઈએ
ઉપલા દાતાર ખાતે શિવ મહાપુરાણ કથામાં વક્તા દેવેન્દ્ર પ્રસાદ મહેતાનું સનાતનીઓને જાગળત કરતું પ્રેરક પ્રવચન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૫: ઉપલા દાતાર પર્વત ઉપર શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા ચાલી રહી છે. કથાના પાંચમાં દિવસે ભાવિકોને કથાનું રસપાન કરાવતા યુવા વકતા દેવેન્દ્રાચાર્ય મહેતાએ સનાતનીઓને જાગળત કરતું પ્રવચન કર્યું હતું. તેમણે વ્યાસપીઠ ઉપરથી જણાવ્યું હતું કે, જ્યાં પણ કથા થતી હોય ત્યાં આમંત્રણ ન હોય તો પણ પહોંચી જવું જોઈએ. કથામાં આમંત્રણની રાહ ન જોવાય. જો ભીતરમાં પરમાત્મા, શિવ, કળષ્ણ, દાતાર પ્રત્યે પ્રેમ હોય તો આમંત્રણની અપેક્ષા ન રખાય. કથાની જાણ થયે પહોંચી જવું જોઈએ. કેટલાક લોકો એવું વિચારતા હોય છે કે, પાંચ કિલોમીટર દૂર જઈ પેટ્રોલ બગાડવું? આવા લોકોને કયાંય ઝઘડો થયો હોવાની જાણ થાય તો તરત કિક મારીને નીકળી જશે. ત્યારે આવા વ્યર્થ કાર્યમાં કે જ્યાં કાંઈ મળવાનું નથી ત્યાં જઈ સમય, નાણાંનો વ્યય કરે છે. બીજી તરફ જ્યાં પોતાનું કલ્યાણ થવાનું છે ત્યાં જતા પહેલા વિચાર કરે છે કે કયાં જવું, કઈ રીતે જવું? દુનિયાની ઝંઝાળોમાંથી છૂટી ભવસાગર પાર કરવો હોય તો કથામાં પહોંચી જવું જોઈએ. નસીબદાર - પુણ્યશાળી લોકોને જ કથા શ્રવણ કરવાનો લાભ મળે છે.
ઉપલા દાતાર ખાતે મહંત ભીમબાપુ દ્વારા આયોજિત દિવ્ય શિવ મહા પુરાણ જ્ઞાન યજ્ઞ કથામાં પધારેલા ભાવિક ભક્તો માટે સુંદર મજાનું કથાનું આયોજન કરાયું છે. બહારગામ છે તેવા હજારોની સંખ્યામાં લોકો ક્કં્યદ્દ્યણુફૂ ના માધ્યમથી કથા શ્રવણનો લાભ લઇ પાવન બની રહ્ના છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
