News of Wednesday, 25th March 2026
સાચા સાધુઓ પાસે ‘લેના બેન્ક' છે જ નહી, ‘દેના બેન્ક' જ છેઃ પૂ. મોરારીબાપુ
કચ્છના માધાપરમાં ‘માનસ મુકુરાષ્ટક' શ્રીરામ કથામાં ભાવિકો તલ્લીન

રાજકોટ, તા. રપઃ ધીંગીધરા કચ્છની માધાપરની ધરતી પર પ્રવાહિત થતી રાકથા ‘માનસ મુકુરાષ્ટક' ના ગઇકાલે ચોથા દિવસે મંગળવારની કથા પ્રેમસંવાદને આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહયું હતું કે આજે યમુના મહારાણીજીનો દિવસ છે. સૌ વૈષ્ણવો માટે ધન્યતાનો દિવસ છે. જેમણે સ્વભાવ સુધારવો હોય એણે રોજ યુનાષ્ટકનો પાઠ કરવો. ઘણા લોકો પુછે છે કે બાપુ, અમે તો રોજ પાઠ કરીએ છીએ પણ અમારો સ્વભાવ સુધરતો નથી! યમુનાષ્ટક કે અન્ય પાઠ કરવાથી સ્વભાવ સુધરે કે ન સુધરે પણ બગડશે તો નહીં જ ! તમે રોજ પાઠ કરો છો એજ બતાવે છે કે તમારો સ્વભાવ પાઠ કરવા લાગ્યો એ જ પુરતું છે દર્શન કરવા હોય એણે દરેક વસ્તુઓ દર્પણ દેખાય છે. ગોવિંદ એટલે ‘ગો' એટલે ઇન્દ્રિયો. જે સર્વ ઇન્દ્રિયોઓને જાણે છે એ ગોવિંદ અને ગોપાલ એટલે જે તમામ ઇન્દ્રિયોનું પાલન કરે તે ગોપાલ શબ્દ મોટો છે માનસમાં ભગવાન રામે પણ સાધુ શબ્દનો મહિમા આગળ કર્યો છે તલગાજરડી દ્રષ્ટિએ અગ્નિને ધુમાડો આવૃત કરે એ તમો ગુણ છે, અરિસા ઉપર રજ ચડીએ રજો ગુણનું પ્રતિક છે અને ગર્ભને આવૃત કરે અને પછી કોઇ ચેતના પ્રગટ થાય એ સતગુણ છે.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે સાચા સાધુઓ પાસે ‘‘લેના બેન્ક'' છે જ નહીં, ‘‘દેના બેન્ક'' જ છે. (મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ મો. ૯૪ર૬ર ૪ર૧૧પ, મો. ૮૧૪૦ર ૧૩૧૩૦)
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
