તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
મોરબીમાં રામનવમી અને મહાવીર જયંતિ નિમિત્તે તા.26 અને 31એ કતલખાના બંધ રાખવા આદેશ
જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આગામી પવિત્ર તહેવારો રામનવમી અને મહાવીર જયંતિની ઉજવણીને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં માંસ-મટન વેંચાણ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા કમિશનર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, 26/03/2026 ના રોજ "રામનવમી" અને 31/03/2026 ના રોજ "મહાવીર જયંતિ" ના પવિત્ર અવસરે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત, આ બંને દિવસે શહેરમાં માંસ, મટન, મચ્છી અને ચિકનના વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સંબંધિત તમામ લોકોએ આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
