<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

કોડીનાર-અમરેલી વાયા જામવાળા બસ ફરીથી શરૂ કરવામાં તંત્રને રસ નથી

શબ્‍બીર ભાઈ સેલોત દ્વારા ગૃહ મંત્રી સુધી રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્‍ય

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૨૬: કોડીનાર ડેપોની કોડીનાર અમરેલી વાયા જામવાળા દલખાણીયા રૂટની એકમાત્ર અને આ પંથકની ખૂબ જ ઉપયોગી બસ સેવા ચોમાસામાં ખરાબ રસ્‍તાના કારણે બંધ કર્યા બાદ દિવાળી બાદ ફરીથી શરૂ કરવા જામવાળા ઘાંટવડ પંથકની ખૂબ જ માંગ હોવા ઉપરાંત સ્‍થાનિક અગ્રણીઓ દ્વારા વિભાગીય કચેરી અમરેલીને અનેકવાર રજૂઆત કરવા છતાં આ બસ સેવા ફરીથી શરૂ કરાઈ નથી ઘાંટવડના જાગૃત પત્રકાર દ્વારા અમરેલી એસટી વિભાગના વિભાગીય અધિકારીશ્રી પટેલને વારંવાર ફોન કરતા કોડીનાર ડેપોને આદેશ કરી દીધો છે તેવો જવાબ આપવામાં આવે છે.

શબ્‍બીરભાઈ દ્વારા કોડીનાર એસટી અધિકારીશ્રી ઓનો સંપકે કરતાં તેઓ ઘાંટવડ જામવાળા વચ્‍ચે રસ્‍તો બંધ છે તેઓ ઊડાઊ જવાબ આપે છે જ્‍યારે બીજી તરફ કોડીનાર ડેપોની જ બપોરની બસ જામવાળાનો ફેરો પણ કરે છે. જે સ્‍પષ્ટ બતાવે છે કે આ બસ ચલાવવી નથી આ બાબતે કોડીનારના રાજકીય અગ્રણીઓ તથા ધારાસભ્‍ય શ્રી ડોક્‍ટર પ્રદ્યુમ્‍નભાઈ વાજાને પણ રજૂઆત કરવામાં આવી છે. આ રૂટ પર અગાઉ સાત બસોનું સંચાલન થતું હતું. આ ઉપરાંત કોડીનાર થી અમરેલી જવાનો આ સૌથી ટુકો રસ્‍તો છે. કોડીનાર એસટી સતાવાળાઓની આળસ તંત્ર ક્‍યારે ઊડાડે છે એતો સમય જ બતાવશે.

(10:46 AM IST)