<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

ધ્રાંગ્રધા પાસે ટેન્‍કરમાંથી ૧૦ કિલો ગાંજો ઝડપાયોઃ ભચાઉના બે શખ્‍સોની અટક

વઢવાણ તા.૨૬: હળવદ ધાંગધ્રા હાઇવે ઉપર કુડા ચોકડી પાસે ટેન્‍કરમાં પસાર થઈ રહેલ બે ઈસમોને શંકાસ્‍પદ હાલતમાં ઝડપી પાડી તલાસી લેવામાં આવતા  ૯ કિલો ૮૧૦ ગ્રામ જેટલો ગાંજો જપ્ત કરવામાં આવ્‍યો છે અને આ મુદ્દે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તપાસ કરવામાં આવતા કચ્‍છના ભચાઉના શાબાદ હુસેન અને કચ્‍છના ભચાઉ જ રહેતા સુલેમાનભાઈ શેખ નામના બંને ઇસમો ગાંજાની હેરાફેરી કરતા હોવાનો ધડાકો થયો હતો.

આ મુદ્દે સાથે બંનેની અટકાયત કરી લઈ અને ટેન્‍કર પણ જપ્ત કરવામાં આવ્‍યું છે કુલ ૧૪.૯૫ લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્‍યો છે ટેન્‍કરમાં ગાંજાનું સપ્‍લાય કરવામાં આવતું હોય અને હેરાફેરી કરવામાં આવતા હોવાના ધડાકા મુદ્દે ગાંજાનો જથ્‍થો ક્‍યાંથી લાવવામાં આવતો હતો અને ક્‍યાં પહોંચાડવામાં આવતો હતો તે પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

(10:49 AM IST)