News of Thursday, 26th March 2026
જેતપૂરમાં રવિવારે ગણાત્રા પરિવારના કુળદેવી ભવાની માતાજીના સાનિધ્યમાં હવન યોજાશે
શ્રધ્ધા અને ભકિતનો ત્રિવેણી સંગમ રચાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

રાજકોટઃ જેતપુર ખાતે રહેતા સમસ્ત ગણાત્રા પરિવાર દ્વારા આગામી ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે કુળદેવી શ્રી ભવાની માતાજી તથા સુરપુરા બાપાના સાનિધ્યમાં ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ગણાત્રા પરિવારના કુળદેવી ભવાનીમાં તેમજ સુરપુરા બાપાનું મંદિર, ગુજરાતીની વાડી, રામકૃષ્ણ નગર, ગૌશાળા પાસે, જેતપુર ખાતે આ ધાર્મિક પ્રસંગ ઉજવાશે.
તા. ૨૯ રવિવારના રોજ યોજાનાર આ મહોત્સવમાં સવારે ૭: કલાકે યજ્ઞ વિધિનો પ્રારંભ થશે. ત્યારબાદ બપોરે ૧ કલાકે બીડું હોમવાની વિધિ સંપન્ન થશે અને બપોરે ૧:૩૦ કલાકે ભવ્ય મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે.
મુખ્ય વ્યવસ્થાપકઃ ધર્મેન્દ્ર કાંતિલાલ ગણાત્રા (મો. ૮૭૫૮૦ ૮૮૭૬૯) સહ વ્યવસ્થાપકઃ જીતેશભાઈ એમ. ગણાત્રા - રાજકોટ (મો. ૯૬૩૮૫ ૧૬૬૬૭), વિમલભાઈ બી. ગણાત્રા - રાજકોટ (મો. ૯૮૨૫૫ ૧૩૨૧૬), સુનિલભાઈ એન. ગણાત્રા - રાજકોટ (મો. ૯૮૨૫૫ ૪૪૭૬૭) દિવ્ય સ્થાપકઃ સ્વ. કાંતિલાલ ઓધવજીભાઈ ગણાત્રા સલાહકાર સમિતિ આયોજનમાં માર્ગદર્શન પૂરું પાડવા માટે વિવિધ શહેરોમાંથી પ્રતિષ્ઠિત સભ્યો જોડાયા છેઃ જયેશભાઈ પ્રવિણભાઈ ગણાત્રા અમદાવાદઃ વિપુલભાઈ કાંતિલાલ ગણાત્રા (મો. ૯૪૨૭૪ ૪૦૧૪૧), જીતેશભાઈ બીપીનભાઈ ગણાત્રા, જૂનાગઢઃ ગોપાલભાઈ બી. ગણાત્રા (મો. ૯૮૯૮૨ ૦૨૯૮૪), અમરેલીઃ નરેન્દ્રભાઈ સુર્યકાંતભાઈ ગણાત્રા (મો. ૯૪૨૮૮ ૬૯૯૭૨), વડોદરાઃ રાજુભાઈ મંગળદાસભાઈ ગણાત્રા (મો. ૯૪૨૬૫ ૧૦૫૪૪) ભાવનગરઃ અલ્પેશ પ્રવિણભાઈ ગણાત્રા (મો. ૯૮૨૫૨ ૦૫૦૦૪), સાવરકુંડલાઃ સુરેશભાઈ રામજીભાઈ ગણાત્રા (મો. ૯૪૦૮૧ ૭૫૬૨૭)
રાજકોટના કાર્યકરોમાં રાજુભાઈ હિમતભાઈ, રાકેશભાઈ મનસુખભાઈ, વિપુલભાઈ લલિતભાઈ, જીતેન્દ્રભાઈ મગનભાઈ, સંજયભાઈ પ્રફુલભાઈ અને અતુલભાઈ હિમતભાઈ ગણાત્રા ખડેપગે સેવા આપી રહ્યા છે
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
