News of Thursday, 26th March 2026
તાલાળાના ગુંદાળા ગામના યુટયુબર રોયલ રાજા ફરાર : ૧ લાખનો દારૂ કબ્જે

વેરાવળ, તા.૨૬: તાલાલા પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ગુંદાળા ગામે રેઇડ કરી યુટયુબર રોયલરાજા (૧) દિનેશભાઇ ઉર્ફે રોયલરાજા ખીમાભાઇ સોલંકી (પકડવાનો બાકી)ને ત્યાંથી પ્લા.ની ૧૮૦ એમએલની બોટલો નંગ-૨૪૯ ની કિ.રૂા.૧,૦૨,૬૫૦ (ર) હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ એક વાદળી કલરની યો ડ્રીફ્ટ ડી એક્સ ઇલેકટ્રીક બાઇક જેની આગળ-પાછળ નંબર પ્લેટ ન હોય જેની કી.રૂા.૫૦,૦૦૦ (૩) મોબાઇલ ફોન નંગ-૦૧ કિં.રૂા.૫૦,૦૦૦ મળી - કુલ મુદામાલ કી.રૂ.૦૨,૦૨,૬૫૦ નો કબ્જે કરેલ છે.
આ કામગીરી એસ.વી. રાજપુત, પોલીસ ઇન્સ. એલ.સી.બી., ગીર સોમનાથ,એ.સી.સિંધવ, પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા, પો.સબ ઇન્સ, સોનિંગસિંહ સીસોદીયા,એ.એસ.આઇ., કળષ્ણકુમારસિંહ સોલંકી, પો.હેડ કોન્સ., મહેશભાઇ સોસા, પો.કોન્સ.એલ.સી.બી.,ગીર સોમનાથ એ કરી હતી.
કોટડા ગામે દારૂ ઝડપાયો
કોડીનાર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કોટડા ગામે વાહન ચેકીંગ દરમ્યાન ટી.વી.એસ મો.સા નંબર જીજે-૩૨-એએલ-૦૦૫૨નો ચાલકને દારૂની અલગ અલગ બ્રાન્ડની પ્લા.ની ૧૮૦ એમએલની બોટલો નંગ-૧૪૧ ની કિ.રૂા.૨૩,૭૦૦- ટી.વી.એસ મો.સા નંબર જીજે-૩૨-એએલ-૦૦૫૨ જેની કી.રૂ. ૫૦,૦૦૦/ મળી કુલ મુદામાલ કી.રૂ.૭૩,૭૦૦/ કબ્જે કરેલ છે.
આ કામગીરી એસ.વી. રાજપુત, પોલીસ ઇન્સ., એ.સી.સિંધવ, પો.સબ ઇન્સ., એચ.એલ.જેબલીયા, પો.સબ ઇન્સ., હરેન્દ્રસિંહ ગોહીલ, પો.હેડ કોન્સ., ઉદયસિંહ સોલંકી, પો.હેડ કોન્સ., ઇમ્તિયાજભાઇ ઓઠા, પો.કોન્સ.એલ.સી.બી., ગીર સોમનાથ એ કરી હતી.
પ્રભાસપાટણ માં જુગાર રમતા પાંચ ઝડપાયા એક નાશી છુટયો
પ્રભાસપાટણ મેઈન બજાર માં ઢોરા ઉપર લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા રવિ લાખાભાઈ ગઢીયા, વાસુદેવ હીરાભાઈ બામણીયો,દીપક મનસુખભાઈ વાસણ,કાનજી અરજણભાઈ બામણીયા, અનિલ વિરાભાઈ ડાકી ને રોકડા રૂા. ૧૦,૫૦૦ મોબાઈલ નંગ ૧ રૂા.૫,૦૦૦ કુલ રૂા. ૧૫,૫૦૦ સાથે ઝડપી પાડેલ હતા જયારે હીતેષ વાલજીભાઈ વાસણ દરોડા દરમ્યાન નાશી જતા તેની કાર્યવાહ હાથ ધરેલ છે
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
