<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

ગોંડલમાં કાર સળગી ઉઠી

 

 શાપર પારડી રહેતા ચિરાગભાઈ દલપતભાઇ ચૌહાણ તેના મિત્ર સાથે મોબાઇલ ખરીદવા પોતાની જીજે ૧૬ બીએન ૨૪૪૪ નંબરની કાર લઇ ગોંડલ આવ્‍યા હતા.દરમ્‍યાન સુખનાથ નગર પાસે પંહોચ્‍યા ત્‍યારે કારનાં બોનેટમાંથી ધુવાડા નિકળવા લાગતા ચિરાગભાઈ એ કાર થોભાવી હતી.અને પલવાર માં આગ નાં લબકારા દેખાવા લાગતા ચિરાગભાઈ મિત્ર સાથે કારની બહાર દોડી ગયા હતા. દરમિયાન કારમાં આગ પ્રસરી જતા તુરંત ફાયર બ્રિગેડ ને જાણ કરાતા દોડી આવેલાં ફાઇટરો એ આગ કાબુમાં લીધી હતી.આગ માં સમગ્ર કાર બળી ગઇ હોય નુકસાન પંહોચ્‍યુ હતુ.બનાવ અંગે એડીવીઝન પોલીસનાં જિજ્ઞેશ પુરોહિતે તપાસ હાથ ધરી છે.

(12:01 PM IST)