તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
સિહોરના ગઢુલા ગામમાં ₹૩૫ લાખથી વધુના ખર્ચે સાકાર થશે આંતરિક પેયજળ યોજના : ગ્રામજનોને ઘરે-ઘરે મળશે શુદ્ધ પીવાનું પાણી
જિલ્લા સમાહર્તા મનીષ બંસલ અને જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું ખાતમુહૂર્ત : ૧૦ ટકા લોકભાગીદારી સાથે પાણી સમિતિના નેતૃત્વ હેઠળ અમલી બનશે પ્રોજેક્ટ

ઈશ્વરિયા: સરકારની ગ્રામ્ય આંતરિક પેયજળ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ગઢુલા ગામમાં પીવાના શુદ્ધ પાણીની સુવિધા સુદ્રઢ કરવા માટે મહત્વનું ડગલું ભરવામાં આવ્યું છે. ગામમાં રૂપિયા ૩૫ લાખથી વધુના ખર્ચે તૈયાર થનારી આંતરિક પેયજળ યોજનાનું ખાતમુહૂર્ત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. સરકારના ગામે-ગામ શુદ્ધ પાણી પહોંચાડવાના આયોજનના ભાગરૂપે ગઢુલા ગામે આ કામગીરીનો શુભારંભ થયો છે.
ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પૂજનવિધિ:
ગઢુલા ગામમાં કુલ રૂપિયા ૩૫,૩૭,૩૦૦ના ખર્ચે સાકાર થનારી આ યોજનાનું ખાતમુહૂર્ત જિલ્લા સમાહર્તા મનીષ બંસલ અને જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી દ્વારા પૂજનવિધિ સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિકારીઓએ ગ્રામજનોને સંબોધતા સહિયારી લોકભાગીદારીની આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ યોજનામાં ૧૦ ટકા રકમની લોકભાગીદારી રહેલી છે અને તેનું સંચાલન ગ્રામ પંચાયતની પાણી સમિતિના નેતૃત્વ હેઠળ કરવામાં આવશે.
સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓની હાજરી:
આ ખાતમુહૂર્ત પ્રસંગે ગઢુલા ગામના સરપંચ લીલાબેન કાકડિયા તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ રૈયાબેન મિયાણી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અગ્રણી રઘુભાઈ આહિર, નાનુભાઈ ડાખરા અને સ્થાનિક કાર્યકર્તાઓએ હાજર રહી યોજનાને આવકારી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સિહોર તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના સંબંધિત વિભાગના કર્મચારીઓ અને ગ્રામ પંચાયત પરિવારે જહેમત ઉઠાવી હતી.
આ યોજના કાર્યરત થવાથી આગામી સમયમાં ગઢુલા ગામના પ્રત્યેક ઘર સુધી નળ વાટે શુદ્ધ પાણીની સુવિધા ઉપલબ્ધ થશે, જે ગ્રામીણ વિકાસની દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. (અહેવાલ - મૂકેશ પંડિત)
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
