<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

ધ્રોલ તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ રામજીભાઈ મુંગરાના પિતા પોપટભાઈનું ૮૫ વર્ષની વયે નિધન : ધ્રોલ પંથકમાં શોકની લહેર

હરિપર ગ્રામ પંચાયતના સરપંચના પિતાશ્રીની અંતિમયાત્રા આવતીકાલે શુક્રવારે સવારે ૮:૩૦ કલાકે નિવાસસ્થાનેથી નીકળશે : સામાજિક અને રાજકીય આગેવાનોએ પાઠવી શ્રદ્ધાંજલિ

સંજય ડાંગર દ્વારા, ધ્રોલ:ધ્રોલ તાલુકાના હરિપર ગ્રામ પંચાયતના સરપંચ અને ધ્રોલ તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ રામજીભાઈ મુંગરાના પિતા પોપટભાઈ બાવાભાઈ મુંગરાનું આજે ૨૬ માર્ચ ૨૦૨૬, ગુરુવારના રોજ ૮૫ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા ધ્રોલ પંથકના સરપંચ સંગઠન સહિત સામાજિક અને રાજકીય ક્ષેત્રે શોકની લાગણી ફરી વળી છે.

સ્વર્ગસ્થ પોપટભાઈ બાવાભાઈ મુંગરા લાંબુ અને સ્વસ્થ જીવન જીવીને પરિવારમાં રામજીભાઈ મુંગરા તથા કાંતિભાઈ મુંગરા સહિતના વિશાળ પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. પરિવારના મોભીના અવસાનથી મુંગરા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમના નિધન પર અનેક અગ્રણીઓએ શોક વ્યક્ત કરી સદ્દગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

પરિવારના જણાવ્યા અનુસાર, સદ્દગતની અંતિમયાત્રા આવતીકાલે તારીખ ૨૭-૦૩-૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૦૮:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન, ભવ્ય ગ્રીન સીટી, અની હોટલ સામે, ધ્રોલ ખાતેથી નીકળશે. આ અંતિમ યાત્રામાં ધ્રોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે.

(8:52 PM IST)