તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
બોટાદના ગઢડા તાલુકામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરનારા આઠ આરોપીઓને ઝડપી લેવાયા
ગઢડા પોલીસે ગુનાની ગંભીરતા સમજી અલગ-અલગ ટીમો બનાવી:ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીની કલાકોમાં જ 8 આરોપીઓને ઝડપી પાડ્યા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક સગીરા પર નવ શખ્સો દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મના કેસમાં ગઢડા પોલીસે સપાટો બોલાવી 9 પૈકી 8 આરોપીઓને દબોચી લીધા છે.
સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા જ ગઢડા પોલીસે ગુનાની ગંભીરતા સમજી અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીની કલાકોમાં જ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ઘૂલી નાગરભાઈ રાઠોડ, સુરેશ નાગરભાઈ રાઠોડ, શોયબ ચૌહાણ, ઉર્વેશ ધોરપાડે, અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારૂ અને પીન્ટુભાઇ ભુપતભાઇ પઢીયારનો સમાવેશ થાય છે. જ્યારે નવમો આરોપી હમીર ડાંગર હાલ અન્ય મારામારીના ગુનામાં જેલમાં હોવાથી તેને પકડવાની કાર્યવાહી બાકી છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
