News of Friday, 27th March 2026
મોરબીમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રામાં હજારોનો મેદની: શિવાજી મહારાજ- જેસીબી સહિતના ફ્લોટશે આકર્ષણ જમાવ્યુ.
શોભાયાત્રામાં ડીજેના તાલે હિન્દુત્વના ગીતો પર યુવાનો મન મુકીને ઝૂમ્યા હતા તો દીકરીઓ તલવાર સાથે શોભાયાત્રામાં જોડાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :રામનવમીના પાવન પર્વે મોરબીમાં સર્વે હિંદુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા સાંજે સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી શરુ કરવામાં આવી હતી શોભાયાત્રામાં હજારો હિંદુ ભાઈઓ-બહેનો ઉત્સાહભેર જોડાયા હતા.
શોભાયાત્રામાં ભગવાન શ્રીરામનો રથ ઉપરાંત હિન્દુત્વના પ્રતિક સમાન શિવાજી મહારાજની પ્રતિમા, જેસીબી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા શોભાયાત્રા સામાકાંઠેથી શરુ કરીને મયુર પુલ પરથી પરાબજાર, નવાડેલા રોડ, સાવસર પ્લોટ, રામ ચોક, શનાળા રોડ, રવાપર રોડ, વસંત પ્લોટ, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક સહિતના વિસ્તારોમાં ફરીને દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવશે શોભાયાત્રામાં ડીજેના તાલે હિન્દુત્વના ગીતો પર યુવાનો મન મુકીને ઝૂમ્યા હતા તો દીકરીઓ તલવાર સાથે શોભાયાત્રામાં જોડાઈ હતી.
સમગ્ર શોભાયાત્રા રૂટ પર ઠેર ઠેર સ્વાગત કરવામ આવ્યું હતું વિવિધ વિસ્તારમાં શોભાયાત્રાનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર શોભાયાત્રાના રૂટ પર મુખ્ય ચોકમાં ડીજે અને ચા-ઠંડા સહિતના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી શોભાયાત્રા વાજતે ગાજતે શહેરમાં ફરી હતી જેમાં હિંદુ સંગઠનના આગેવાનો, સામાજિક-રાજકીય આગેવાનો અને હિંદુઓ મોટી સંખ્યામાં બાઈક-કાર અને પગપાળા જોડાયા હતા.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
