તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 27th March 2026
કચ્છના રાપર એસટી ડેપો ખાતે રાપર વડોદરા રૂટની નવી બસ નુ લોકાર્પણ
રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ રાપર વડોદરા રૂટ ઉપર નવા વાહન ગુર્જર નગરી બસ નું પાલિકા ના પ્રમુખ ચાંદભાઈ ભીંડેના હસ્તે રિબિન કાપીને પ્રસ્થાન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : તાજેતર મા રાજય સરકાર દ્વારા રાજય ની 182 વિધાનસભા દીઠ નવી એસટી બસ ફાળવવા મા આવી છે તે અન્વયે આજે રાપર એસટી બસ ડેપો ને પણ નવી બસ ફાળવવામાં આવી છે તે અન્વયે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ આજે રાપર વડોદરા રૂટ ઉપર નવા વાહન ગુર્જર નગરી બસ નું લોકાર્પણ રાપર નગરપાલિકા ના પ્રમુખ ચાંદ ભાઈ ભીંડે ના હસ્તે રિબિન કાપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાપર એસટી ડેપો મેનેજર જે.બી.જોશી ધારાસભ્ય ના પીએ વિનુભાઈ થાનકી જિલ્લા ભાજપ મંત્રી ઉમેશ સોની રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા મહામંત્રી મહેન્દ્સિંહ વાઘેલા લાલજી કારોત્રા ભરત મઢવી જસવંતીબેન મહેતા બળવંત ઠક્કર એટીઆઇ વેરશી સોલંકી ગિરીશ ભાઈ પરમાર ફેનિલ પટેલ પરેશ શુકલ ડ્રાઇવર વિજય સિંહ હડીયલ દિપકભાઇ સોલંકી પરબત કારોત્રા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
