News of Friday, 27th March 2026
કચ્છના રાપરમાં દુકાનની લિફટમાં માથું ફસાઈ જતાં યુવાનનું અરેરાટીભર્યું મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭: કચ્છના રાપરમાં વતન મસાલા સુપર માર્કેટ દુકાનમાં નોકરી કરતા યુવાનનું માથું લિફટ માં ફસાઈ જતા તેનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. દુકાનમાં સામાન લઈ નીચેથી ઉપર જઈ રહેલ દુકાનના કર્મચારી યુવાન ચેતન પુંજાભાઈ ગામીનું માથું અકાળ કારણોસર લિફટ માં ફસાઈ ગયું હતું. પરિણામે ૩૦ વર્ષીય આ યુવાનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે રાપરના વ્યાપારી વર્ગમાં ભારે ગમગીની પ્રસરી ગઈ હતી. પોલીસે આ અંગે આગળની તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
