<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

પોરબંદરથી માધવપુરના મેળામાં જવા માટે રપ બસોની વિનામૂલ્યે વ્યવસ્થા

શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ મહોત્સવમાં પહોંચવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા

પોરબંદર, તા.૨૭: ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુકિમણીના પાવન વિવાહ પ્રસંગે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે મેળાનો લાભ જિલ્લાના નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૫ બસોની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વ્યવસ્થા અંતર્ગત પોરબંદર શહેરમાંથી કુલ ૧૫ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ    બસો     બપોરે ૨-૩૦ કલાકે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પ્રસ્થાન કરશે. જેમાં ગુરુકુળ ગેટ, ભીમરાવ ચોક (છાંયા), વિરડી પ્લોટ (ચુનાના ભઠા પાસે), કે.કે.નગર (હનુમાન મંદિર પાસે), બોખીરા, દક્ષિણ ઝોન મહાનગરપાલિકા બ્રાન્ચ ઓફિસ, સુદામા પરોઠા હાઉસવાળી ગલી, ખારવાવાડ, ચોગાન ફળીયું, જુરીબાગ, કાંતિપાન પાસે જેવા સ્થળોનો સમાવેશ થાય છે. ઉપરાંત વોરાવાડ વિસ્તારમાંથી ૩ બસો અને સ્વસ્તિક હોલ વિસ્તારમાંથી ૩ બસો પ્રસ્થાન કરશે.

પોરબંદર તાલુકાથી પાંચ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ઓડદર, કડછ,એરડા અને ગરેજ ગામેથી બપોરે ૨ૅં૦૦ કલાકે બસો ઉપડશે, જ્યારે ચિકાસા ગામેથી બપોરે ૨ૅં૩૦ કલાકે બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

કુતિયાણા તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા કુલ ૫ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૧.૩૦ વાગ્યા આસપાસ ઇશ્વરીયા અને મહોબતપરા સંયુકત ગામ માટે ૧ બસ, છત્રાવા, પસવારી અને સેગરસ સંયુકત ગામ માટે ૧ બસ, મહિયારી અને કાંસાબડ સંયુકત ગામ માટે ૧ બસ, ડાડુકા, રોઘડા, વડાળા અને બિલડી સંયુકત ગામો માટે ૧ બસ તેમજ દેવડા, ખાગેશ્રી અને રામનગર સંયુકત ગામો માટે ૧ બસ ફાળવવામાં આવી છે. તેમ યાદીમાં જણાવાયું છે.

(1:24 PM IST)