News of Friday, 27th March 2026
ત્રીજુ વિશ્વયુધ્ધ કેવું ભયાનક હશે!
વૈશ્વિક સ્તરે પૂર્વ ભૂમિકા રૂપી જે માહોલ રચાઇ રહ્યો છે તે : ટ્રમ્પે આપેલી પાંચ દિ' ની અવધિ હવે પુરી થવા પર છે, તે સામે ઇરાન મચક આપ્યા વિના મક્કમ છે, રશિયા એ બે નાટો દેશો પર ડ્રોન ઉડાડયા, પાક-અફઘાન લડાઇ યથાવત છે, ઇઝરાયેલે-દ.લેબેનોન પર કબ્જો કર્યાની જાહેરાત કરી છે, ચીન અને કોરીયા પણ કંઇક નવું કરશે, આ ઘટનાઓ ત્રીજા વિશ્વ યુધ્ધનો માહોલ રચી રહી છે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૭ :.. અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુધ્ધ હાલ હોર્મૂઝ ખાડીના ફોકસ સાથે વધુ ને વધુ તિવ્ર બનતુ જઇ રહ્યું છે. પહેલા ૪૮ કલાકની અવધિ બાદ, પાંચ દિ' ના યુધ્ધ વિરામની ટ્રમ્પ દ્વારા કરાયેલી જાહેરાત પણ પુરી થવા પર હોઇ, હવે ટ્રમ્પ શબ્દોની કેવી રમતથી યુ-ટર્ન લે છે તે જોવું રહ્યુ. કારણ કે ઇરાને ટ્રમ્પ દ્વારા કહેવાયેલી બધી જ બાબતોને મુળથી રદ કરીને, ખાડી દેશો સ્થિત અમેરિકી ઠેકાણાઓ અને ઇઝરાયેલ પર પણ ડ્રોન અને મિસાઇલ મારો વધુ તિવ્રતાથી યથાવત જ રાખ્યો છે. પાડોશી દેશો-પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ યુધ્ધ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે.
વળી અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુધ્ધની તપીશને કારણે રૂમ-યુક્રેન યુધ્ધની ચર્ચાઓ જે અલ્પ સમય માટે હાંસીયામાં ધકેલાઇ હતી તે હવે નવા સ્વરૂપે ઉજાગર થઇ રહી છે. રશિયા દ્વારા યુક્રેન પર હુમલાઓ ઉપરાંત રશિયએ બે નાટો દેશો પર પણ ડ્રોન હુમલાની ઘટના નાટો દેશોના દાવાઓથી ઉજાગર થઇ છે. દક્ષિણ લેબેનોન પર ઇઝરાયેલ દ્વારા તેની ઘણી જમીનનો કબ્જો લઇ ત્યાંના લાખો રહેવાસીઓને ઘર છોડી હિજરત કરવા લાચાર કર્યા છે. આ કબ્જે લેવાયેલ જમીનનો ભાગ હવે ઇઝરાયેલનો છે. તેવું હાલમાં ઇઝરાયેલ દ્વારા જાહેર પણ કરાયું છે.
હવે પછી આવનારા દિવસોમાં ચીન-તાઇવાન પર શું કાર્યવાહી કરે છે...? તે જોવું રહ્યુ.
કોરિયાના શાસક કિમ જોંગ ઉન માં જોવા મળી રહેલો યુધ્ધનો તરવરાટ... ઉપરાંત ઇરાનને પાંચ દિ' માટેની ટ્રમ્પની અવધિ હવે પુરી થવા પર હોઇ, ટ્રમ્પ દ્વારા આજ અથવા કાલમાં શું નવુ થશે? આ બધા કરન્ટ સબ્જેકટ વૈશ્વિક સ્તરે કેવું સ્વરૂપ લેશે ?
આ બધી ઘટનાક્રમનો નીચોડ એ નીકળે છે કે, ત્રીજા વિશ્વયુધ્ધની પૂર્વ ભૂમિકાનો માહોલ હવે નિヘતિરૂપે રચાઇ રહ્યો છે. ત્રીજુ વિશ્વયુધ્ધ માત્ર સામ સામા સૈનિકોની ગોળીબારી કે તોપગોળાઓ પુરાણી પધ્ધતિ વાળુ આ યુધ્ધ નહી હોય. પણ આ તો પરમાણુ યુધ્ધ હશે. અને તે કેટલું ભયાનક હશે તે બાબતે કોણ નથી જાણતું...?
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
