<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

માવઠું પીછો નથી છોડતું: સૌરાષ્‍ટ્ર, કચ્‍છ સહિત સમગ્ર ગુજરાતમાં ૨૮ માર્ચથી ૩૧ માર્ચ દરમિયાન કમોસમી વરસાદ

 

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૨૭: હવામાન નિષ્‍ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા)એ જણાવ્‍યું કે, ૨૮ માર્ચની સાંજથી નવી વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ (WD) ઉત્તર-પヘમિ ભારતને અસર કરશે. તેની અસરથી ગુજરાતના હવામાનમાં અસ્‍થિરતા આવશે. કચ્‍છ, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્‍ટ્રના મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, સુરેન્‍દ્રનગર સહિતના વિસ્‍તારોમાં ગાજવીજ સાથે છૂટો-છવાયો હળવો થી મધ્‍યમ વરસાદ પડી શકે છે..

વાતાવરણમાં અસ્‍થિરતા હોવાથી જ્‍યાં ગાજવીજ અને વરસાદ હશે ત્‍યાં થોડા સમય માટે પવનનું જોર વધી શકે છે. અમુક વિસ્‍તારોમાં કરા પણ પડી શકે છે.પવન મુખ્‍યત્‍વે પヘમિ દિશામાંથી ફુંકાશે. તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહી થાય. પરંતુ હાલના તાપમાન કરતા એક બે ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. માવઠાના મુખ્‍ય દિવસો ૨૯ થી ૩૦ માર્ચ રહેવાની શકયતા છે. આ ઉપરાંત એપ્રિલના પહેલા અઠવાડીયા દરમ્‍યાન પણ માવઠાનો મંડાણ થઇ શકે છે. જેની વિગતો આગામી દિવસોમાં આપવામાં આવશે.

(11:43 AM IST)