News of Friday, 27th March 2026
માધવપુરના મેળાનું આજે સાંજે અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે ઉદ્ઘાટન
માધવપુરના મેળામાં રાત્રે ગીતાબેન રબારી અને રાજ ગઢવીનો ડાયરો તથા ઉત્તર-પૂર્વ કલાકારોનું પરફોર્મન્સ મેળાના ઉદ્ઘાટન સાથે માધવરાયજીની પ્રથમ વરણાંગી સાથે ૪ દિવસના લગ્ન પ્રસંગનો પ્રારંભઃ કલેકટર એસ.ડી.ધાનાણી અને જીલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૭: રાષ્ટ્રીયકક્ષાના માધવપુર મેળાનું રાજયના કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે આજે સાંજે ઉદઘાટન થઈ રહયું છે. માધવપુરના ભાતીગળ મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી કોઈ કારણથી માધવપુરના મેળામાં હાજર રહી શકશે નહીં તેવું ગઈકાલે મોડી સાંજે જાહેર કરાયું હતું.
ભગવાન શ્રી કળષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે માધવપુર ઘેડ ખાતે યોજાતા મેળાનું ઉદ્ધાટન આજે સાંજે ૬ કલાકે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીઓ અને કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આજે રાત્રે ગાર્ડ ઓફ ઓનર સાથે માધવરાય નિજ મંદિર ખાતેથી વરણાગી યાત્રા નીકળશે. આ અવસરે ભવ્ય સાંસ્કળતિક કાર્યક્રમો, ઉત્તરપૂર્વીય કલાકારોના પરફોર્મન્સ તથા રાત્રે સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારીનો ડાયરો યોજાશે. આવતી કાલે તા.૨૮ મીએ ગાર્ડ ઓફ ઓનર સાથે વરણાગી નીકળશે અને સાંસ્કળતિક કાર્યક્રમો સાથે ઉત્તરપૂર્વીય કલાકારોના પરફોર્મન્સ યોજાશે. રાત્રે સુપ્રસિદ્ધ કલાકારો રાજ ગઢવી અને શ્રી મયુર દવે પોતાની કલાત્મક રજૂઆતથી રંગ જમાવશે.
તા.૨૯ રાત્રે ગાર્ડ ઓફ ઓનર સાથે વરણાગી નીકળશે. આ દિવસે સાંસ્કળતિક કાર્યક્રમો અને ઉત્તરપૂર્વીય કલાકારોના પરફોર્મન્સ સાથે રાત્રે સુપ્રસિદ્ધ ગાયક શ્રી ઋષભ આહિરની રજૂઆત યોજાશે.
તા.૩૦ એ સવારે ૧૦:૦૦ કલાકે રુક્મિણી મંદિરના મહંત દ્વારા મધુવન ખાતેથી ઢોલ-નગારા સાથે ભગવાન શ્રી કળષ્ણને માધવરાયજી નિજ મંદિરે જાન લાવવા આમંત્રણ આપવામાં આવશે. ત્યારબાદ બપોરે ૧૨:૦૦ કલાકે કડછ ખાતેથી કડછા લોકો દ્વારા માધવરાય મંદિરે ભગવાનનું મામેરું પૂરવામાં આવશે.સાંજે ૪:૦૦ કલાકે માધવરાય નિજ મંદિરથી ભગવાન શ્રી કળષ્ણની જાન પ્રસ્થાન કરાશે અને મધુવન ચોરી માયરા પૌરાણિક લગ્ન મંડપ ખાતે ભગવાન શ્રી કળષ્ણ અને દેવી રુક્મિણીની વિવાહવિધિ ભવ્ય રીતે યોજાશે.આ દિવસે ઉત્તરપૂર્વીય કલાકારોના પરફોર્મન્સ સાથે રાત્રે શ્યામલ-શબદ ગ્રુપ દ્વારા શ્રી કળષ્ણમય સંગીતસભા યોજાશે.
મેળાના અંતિમ દિવસે તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ દ્વારકા ખાતે રુક્મિણી સત્કાર સમારોહ યોજાશે. મેળાના મુખ્ય આકર્ષણો રેત શિલ્પ, ૬૫૦ ખેલાડીઓની બીચ રમતો, ઉતર પૂર્વ કારીગરો અને ગુજરાતના હસ્ત કલાના કારીગરોની કલા પ્રસ્તુતિ, ફૂડ ઝોન ચકડોળ સાથે આનંદ નગરી સહિત વિગેરે આયોજન છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
