તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 27th March 2026
પોરબંદર પાસે ટ્રકમાંથી ૭૪ લાખનો દારૂ ઝડપાયો
અજાણ્યા ટ્રક ચાલક અને માલ મોકલનાર શખ્સ સહિત ઇંગ્લીશ દારૂની પ૬૪૦ બોટલોનો જથ્થો મંગાવનારા ર યુવાનો સામે પોલીસ ફરિયાદ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૭: નજીકના રોજીવાડા ગામના રસ્તા ઉપરથી ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની પ૬૪૦ શીલપેક બોટલોનો જથ્થો કિ. ૭૪ લાખનો પોલીસે પકડી લીધો હતો.
બાતમીના આધારે રોજીવાડાગામથી ઇશ્વરીયા ગામ જતા રસ્તે રવી ભોજાભાઇ કણેતની વાડીની બાજુમાં ખુલ્લા વાળામાંથી ગ઼ે.કા. ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરેલ આઇસર કંપનીના ટ્રકમાં અલગ-અલગ કંપનીની શીલ પેક બોટલ નંગ-૪ર૭ર ની કુલ કી. રૂ. પપ,પ૩,૬૦૦/- તથા ૭પ૦ એમએલની શીલપેક બોટલો નં. ૧૩૬૮ ની કુલ કી. રૂ. ૧૯,૧પ,ર૦૦/- તથા આઇસર કંપનીનો ટ્રકની કી. રૂ. ૮ લાખનો મુદામાલ અંગે આરોપી આઇસર ટ્રક નં. જીજે ૧૦ ટીવાય ૯૩૦૩ નો ચાલક જેનું નામ નમુદ નથી આરોપી (ર) રવી ભોજાભાઇ કણેત રહે. રોજીવાડા ગામ વાળા તથા આરોપી રાજુભાઇ નાથભાઇ રહે. ઇશ્વરીયા ગામ વાળા તથા આરોપી દારૂનો જથ્થો મોકલનાર તેમજ વિદેશી દારૂનો જથ્થો આરોપી નં. (૧) નાઓ મારફત લાવી આરોપી નં. (૪) નાઓએ મોકલી આપેલ હોય આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ ક. ૬પ(ઇ), ૧૧૬(બી), ૯૮(ર), ૮૧ મુજબ ગુન્હો નોંધી બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
