તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.રાણા હવે લાંચીયા કર્મચારીઓ-અધિકારીઓને ઝડપવા મેદાને પડશે
ગીર સોમનાથ જીલ્લાના નવા બંદરેથી રપ૦ કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં મહત્વની ભુમીકા ભજવનાર : રાજકોટ શહેર-ગ્રામ્ય, કચ્છ-પુર્વ કચ્છ, નર્મદા અને ગીર સોમનાથ જીલ્લામાં પણ પ્રશંસનીય કામગીરી બજાવેલી

રાજકોટ, તા., ર૭: ગીર સોમનાથ જીલ્લાના ઉના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.રાણાની એન્ટીકરપ્શન બ્યુરોમાં નિમણુંક કરવામાં આવી છે. ગઇકાલે થયેલા બદલીના સામુહીક હુકમોમાં તેમનો સમાવેશ થયો હતો.
દેશ વિરોધી ડ્રગ્સની પ્રવૃતિ ઉપર લગામ લગાવવામાં ગીર સોમનાથ જીલ્લામા શિરમોર સમી કામગીરી બજાવનાર તત્કાલીન જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના વડપણ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ફરજકાળ દરમિયાન પીઆઇ એમ.એન.રાણાએ નવાબંદર ખાતેથી રપ૦ કરોડના ડ્રગ્સ સાથેની બોટ ઝડપી લેવામાં મહત્વની કામગીરી બજાવી હતી. આ ઉપરાંત દરીયાઇ માર્ગે આવતો લાખોનો દારૂ ઝડપી લઇ બુટલેગરો દ્વારા ગેરકાયદે દારૂ ઘુસાડવા દરીયાઇ માર્ગનો પણ ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ કર્યો હતો.
આ પહેલા ર૦૦૯ થી ર૦ર૬ સુધીમાં તેમણે કચ્છના નખત્રાણા, રાજકોટ શહેરની એસઓજી બ્રાન્ચ અને તાલુકા પોલીસ સ્ટેશનમાં, નર્મદા જીલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં, રાજકોટ ગ્રામ્યના શાપર, લોધીકા, જેતપુર, ઉપલેટા અને એલસીબી પીઆઇ તરીકે, પુર્વ કચ્છમાં અંજાર, રાપર અને એલસીબી પીઆઇ તરીકે તેમજ ગીર સોમનાથમાં એલસીબી અને ઉના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તરીકે ગુન્હાહીત પ્રવૃતિઓ ડામી દઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. હવે તેઓ સરકારી વિભાગોમાં પ્રસરેલી લાંચ રૂશ્વતની બદી ડામવા માટે મેદાને ઉતરશે.
એમ.એન.રાણા
(મો.નં.૯૮રપ૧ ૯ર૮૩પ)
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
