News of Friday, 27th March 2026
ઘોડા ઉપર સવારી કરી ખોટી બંદુકથી ધડાકા કરતો વિડિયો વાયરલ કરવાનું ભારે પડયુ
વાળાડુંગરા ગામના ગોપાલ મકવાણા સામે કાર્યવાહી કરતી વિરપુર પોલીસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૭: ઘોડા ઉપર સવારી કરી ખોટી બંદુરથી ધડાકો કરતા વિડિયો સોશ્યિલ મીડીયામાં વાયરલ કરનાર વાળાડુંગરા ગામના શખ્સ સામે વિરપુર પોલીસે ગુન્હો દાખલ કરી ધરપકડ કરી હતી. પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્યએ સોશ્યલ મિડીયામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર દેખરેખ રાખવા સુચના કરેલ હોય નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડીયા જેતપુરની સુચના તેમજ માર્ગદર્શન મુજબ વિરપુરમાં વાયર થયેલ વિડીયો જોતા એક ઇસમ જેનુ નામ ગોપાલ રાજપુર જણાય આવેલ જેનુ ઇસ્ટાગ્રામ એકાઉન્ટ gopal_makwana_999 પર પોતાના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટમાં વિડીયો અપલોડ કરેલ હોય જે વિડીયો જોતા દેશી હાથ બનાવટનો જોટો પોતાના હાથમાં રાખી ઘોડા પર સવારી કરી હવામાં ધડાકા કરતો વિડીયો પોતાના સોશિયલ મિડીયામાં એકાઉન્ટમાં અપલોડ કરનાર ગોપાલ જેરામભાઇ મકવાણા ઉ.વ. રપ, ધંધો ખેતી, રહે. વાળાડુંગરા ગામ રામજી મંદિરની સામે તા. જેતપુર સામે વિરપુર પોલીસે ગુન્હો દાખલ કરી ધરપકડ કરી તેના કબ્જામાંથી એક દેશી બનાવટનું જોટા જેવુ ખોટુ હથિયાર કબ્જે કર્યુ હતું. પકડાયેલ ગોપાલ સામે અગાઉ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં મારામારીનો ગુન્હો નોંધાયો હતો. આ કાર્યવાહી વિરપુરના પીઆઇ એસ.જી. રાઠોડ, યુએચસી નિશાંતભાઇ પરમાર તથા યુએચસી કૌશિકભાઇ ચાંચાપરા સહિતના સ્ટાફે કરી હતી
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
