News of Friday, 27th March 2026
પંજાબમાં ‘આપ' સરકારે ખેડૂતોની પરિસ્થિતી બદલીઃ ગુજરાતમાં પણ આવુ જ કરીશુઃ કેજરીવાલ
પંજાબમાં અમે ખેડૂતોનો સંપૂર્ણ પાક ખરીદી લઈએ છીએ અને સાંજ સુધીમાં ખેડૂતોને રૂપિયા પણ મળી જાયઃ ભગવંત માન ભાજપની ખેડૂત વિરોધી નિતીઓના કારણે ખેડૂત પોતાના દિકરાને ખેડૂત બનાવવા નથી માંગતોઃ ઈસુદાન ગઢવી રૂપિયાવાળાની નહી, જનતાની સરકાર બનાવોઃ ગોપાલ ઈટાલિયા માલધારી સમાજના હકો ઉપર ખોટા પ્રહાર સહન નહી થાયઃ હેમંત ખવા

રાજકોટ, તા.૨૭: આમ આદમી પાર્ટી દ્વારા જામનગર ખાતે ભવ્ય ‘વિજય વિશ્વાસ સભા' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સહિત ગુજરાત ?દેશ ?ભારી ગોપાલ રાયજી, સહ ?ભારી દુર્ગેશ પાઠક, સહ ?ભારી ગુલાબ સિંહ યાદવ, આમ આદમી પાર્ટી ?દેશ ?મુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય સુધીર વાઘાણી, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઇ સોલંકી, ફ્રન્ટલ સંગઠન ?દેશ ?મુખ ?વીણ રામ, ?દેશ યુવા ?મુખ બ્રિજરાજ સોલંકી, ?દેશ સંગઠન મંત્રી અજીત લોખીલ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જામનગરના સ્થાનિક ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં તમામ જાતિઓ ધર્મ અને વર્ગના લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા.
આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ હજારો લોકો સમક્ષ પોતાની વાત રાખતાં કહ્યું કે, ૩૦ વર્ષથી ભાજપ ગુજરાતને લૂંટી રહી છે. ૨૦૨૨ પહેલા પંજાબની હાલત ખરાબ હતી અને ત્યાં કોંગ્રેસ તેમજ ભાજપ અને અકાલી દળના ગઠબંધનની સરકાર ચાલતી હતી. બંનેની પાંચ-પાંચ વર્ષની સરકાર રહેતી હતી અને બંને મળી ને પંજાબને લૂંટી રહ્યા હતા. પછી ૨૦૨૨માં પંજાબના લોકોએ આમ આદમી પાર્ટીને ૧૧૭માંથી ૯૨ સીટ આપી અને છેલ્લા ૪ વર્ષથી અમારી સરકાર છે. અને અમે ૪ વર્ષમાં પંજાબમાં જે કામ કર્યું છે તે જ કામ અમે ગુજરાતમાં પણ કરી શકીએ છીએ. પંજાબમાં ખેડૂતોની સરકાર છે, આજે પંજાબનો ખેડૂત ખુશહાલ છે અને સમળદ્ધ છે. કારણ કે પંજાબનો મુખ્યમંત્રી એક ખેડૂતનો દીકરો છે. પહેલા પંજાબમાં રાત્રે ખેતરોમાં પાણી આવતું હતું. અહીં ગુજરાતમાં પણ રાત્રે જ ખેતરોમાં વીજળી આવે છે. હવે અમે પંજાબમાં દિવસે ૮ કલાક ખેડૂતોને વીજળી આપીએ છીએ. શું ગુજરાતના ખેડૂતોને પણ દિવસે ૮ કલાક વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ? હવે મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં ખેડૂતોની પાક સરકાર ખરીદતી નથી અને જો ખરીદે છે તો મહિનાઓ સુધી ચુકવણી મળતી નથી. પંજાબમાં પણ પહેલા આવું જ હતું, પરંતુ આજે અમારી સરકારમાં ખેડૂત સવારે પાક વેચે છે અને સાંજે સુધી તેના ખાતામાં પૈસા પહોંચી જાય છે. જો ગુજરાતમાં પણ આવી વ્યવસ્થા જોઈએ તો આમ આદમી પાર્ટીને સત્તામાં લાવવી પડશે.
જામનગરમાં સભાને સંબોધિત કરતાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું કે ગુજરાતમાં અનેક વર્ષોથી એક જ પાર્ટીની સરકાર ચાલી રહી છે અને એને બદલવા માટે લોકોએ જે પાર્ટીને વોટ આપ્યા એ કોંગ્રેસ પાર્ટી પણ ભાજપ જોડે મળી ગઈ છે. આ બંને પાર્ટી સાથે મળીને ગુજરાતને લૂંટી રહી છે. આ લોકોએ વાયદો કર્યો હતો કે નર્મદાનું પાણી દરેક ખેતર સુધી પહોંચાડીશું, પણ આ લોકોએ પાણી પહોંચાડ્યું નહીં. અમારી સરકાર પંજાબમાં આવી એ પહેલા ફક્ત ૨૧્રુ થી ૨૨્રુ ખેતરોમાં જ સિંચાઈનું પાણી પહોંચતું હતું પરંતુ હવે ચાર વર્ષમાં અમારી સરકારે પંજાબના ૭૮્રુ ખેતરોમાં પાણી પહોંચાડવાનું કામ કરી દીધું છે. પંજાબમાં અમે ખેડૂતો નો તમામ પાક ખરીદી લઈએ છીએ અને સાંજ સુધીમાં ખેડૂતોને તેના પૈસા પણ મળી જાય છે.
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ?દેશ ?મુખ ઈસુદાન ગઢવીએ સભામાં ઉપસ્થિત હજારો લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી પોતાના દીકરાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, કલેક્ટર પોતાના દીકરાને કલેકટર બનાવવા માંગે છે, ડોક્ટર એના દીકરાને ડોક્ટર બનાવવા માંગે છે, પરંતુ આજે ખેડૂત પોતાના દીકરાને ખેડૂત નથી બનાવવા માંગતો. હું પત્રકાર હતો ત્યારથી કહેતો આવ્યો છું કે જ્યાં સુધી આ દેશના ખેડૂતો ગરીબોવંચી તો શોષિતોનો ઉદ્ધાર નહીં થાય ત્યાં સુધી આ ગુજરાત કે આપણો ભારત દેશ કયારેય પણ નંબર વન નહીં બની શકે. હું ખેડૂતનો દિકરો છું તો હું જાણું છું કે આપણે રાત્રે પાણી વાળવા જઈએ છીએ, એપીએમસીઓમાં લાઈનમાં ભા રહીએ છીએ અને છેલ્લે ભાવ પણ નથી મળતો. હાલ ભાજપની ખેડૂત વિરોધી નીતિઓ છે એટલા માટે આપણે પોતાના બાળકોને ખેડૂત બનાવવા નથી માંગતા. આજે ૫૦ વિગાના ખેડૂતના દીકરાને પણ લોકો પોતાની છોકરી આપવા તૈયાર નથી. અમેરિકાની સરકાર અમેરિકાના ખેડૂતોને ૫૪ લાખ રૂપિયા સબસીડી આપે છે તો આપણી સરકાર ખેડૂતોને શું આપે છે? અમે જે લડી રહ્યા છે એ લડત ફક્ત ઈસુદાન ગઢવીની કે આમ આદમી પાર્ટીની લડાઈ નથી પરંતુ આ આપણા અસ્તિત્વની લડાઈ છે.
વિજય વિશ્વાસ સભાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે હાલની ભાજપ સરકાર મોટી કંપનીઓ, કોન્ટ્રાક્ટરો, દલાલો, એજન્ટો અને કાળા બજારીયાઓના સહારે બનેલી સરકાર છે અને તે સામાન્ય જનતા કરતાં રૂપિયાવાળાઓના હિતમાં કામ કરે છે.
જામનગર જિલ્લાના લાલપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સભામાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ભાજપના શાસનમાં ખેડૂતો, ગામડાં અને પછાત વર્ગોની સતત અવગણના થઈ રહી છે. તેમણે જણાવ્યું કે રાજ્યની આશરે ૫૫ ટકા ગ્રામ્ય વસ્તી માટે ઓછું બજેટ ફાળવવામાં આવે છે, જ્યારે શહેરોને વધુ ?ાધાન્ય આપવામાં આવે છે, જે સ્પષ્ટ અન્યાય છે. વિધાનસભામાં ટ્રેક્ટર લઈને ખેડૂતોના ?‘ો ઉઠાવ્યા હોવા છતાં સરકાર તરફથી યોગ્ય જવાબ ન મળ્યાનો આક્ષેપ.
જામનગર જિલ્લાના લાલપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સભામાં ખ્ખ્ભ્ના ફ્રન્ટલ સંગઠન ?દેશ અધ્યક્ષ ?વીણ રામે જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે પાર્ટી સામાન્ય લોકો અને ખેડૂતોના હક્ક માટે સતત સંઘર્ષ કરી રહી છે અને આવનારા સમયમાં ગુજરાતમાં પણ સત્ય અને ન્યાયની જીત થશે. તેમણે રામ નવમીના પવિત્ર ?સંગે રાજ્ય અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને આ દિવસને અધર્મ પર ધર્મની જીતનું ?તિક ગણાવી, ગુજરાતમાં પણ બદલાવનો સમય આવી ગયો હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
