તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
જયાં બીજા કોઇનો ‘‘કલાસ'' નથી એનું નામ કૈલાસઃ પૂ. મોરારીબાપુ
કચ્છના માધાપરમાં ‘‘માનસ મુકુરાષ્ટક'' શ્રી રામકથાનો લાભ લેતા શ્રોતાજનો

રાજકોટઃ કચ્છડો બારે માસ...એવી ધીંગીધરા માધાપરની ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલ ‘માનસ મુકુરાષ્ટક' રામકથાના છઠ્ઠા દિવસે કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતાં પૂ. મોરારી બાપુએ કહયું કે, આજે રામનવમી-રામ પ્રાગટય-નો પરમ પાવનન દિવસ છે. ત્યારે આપ સૌને રામનવમીની શુભકામનાઓ. કોઇએ મને પૂછયું કે બાપુ કચ્છને તમે કઇ રીતે જુઓ છો ? કચ્છ મિત્ર છે, કચ્છને હું કલ્યાણ મિત્ર માનુ છું. એક ખૂબ સારો પ્રશ્ન પૂછાયો છે કે બાપુ મનદર્પણમાં અમે અમારૂ મુખ જોઇ શકતા નથી એના કારણો શું છે ? બાપ, સાવ સરળ ભાષામાં હું આપને કહું, બે-ત્રણ કારણો છે જેને કારણે આપણે આપણા મનદર્પણમાં આપણું મુખ સ્પષ્ટ જોઇ શકતા નથી, આવરણ છે, મેલ-રજ ચડી ગઇ છે. (૧) સાવ સ્થૂળ સામાન્ય કારણ એ છે કે અરિસો-દર્પણ હલતું હોય તો યોગ્યરીતે આપણે જવા છીએ એવા દેખાતા નથી. કારણ મન ચંચળ છે અરિસો ભલે હલે પણ વિશ્વાસ ન હલવો જોઇએ. મારો-તમારો વિશ્વાસ ન ડગમગવો જોઇએ. બીજા લોકો તો તમને અને મને ડૂબાડવા માટેના નેટવર્ક ગોઠવે છે ! આપણો વિશ્વાસ ન હલવો જોઇએ, વિશેષ પ્રકાર શ્વાસ લેવા એનું નામ જ વિશ્વાસ !
પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે, જયાં બીજા કોઇનો ‘‘કલાસ'' નથી એનું નામ ‘‘કૈલાસ'' છે. આપણા મનરૂપ દર્પણમાં આપણને આપણું સ્વરૂપ બોધ નથી થતું એનું બીજું કારણ આપણો અરિસો ઉલટો થઇ જવોએ છે. દર્પણ અવળું થઇ જાય તો આપણે જોઇ શકતા નથી, અરિસો જ અવળો થઇ ગયો છે. ત્રીજુ કારણઃ આપણો દર્પણ બીજાના હાથમાં હોય છે ત્યારે સ્વરૂપ બોધ નથી થતો કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેના હાથમાં આપણો અરિસો એટલે વિકારોના હાથમાં આપણો અરિસો છે એટલે આપણને સ્વરૂપ બોધ થતો નથી ! આપણું દર્પણ આપણા જ હાથમાં હોવું જોઇએ. મનોજ જોશી ‘‘મજો'' (રાજકોટ) મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫/૮૧૪૦૨ ૧૩૧૩૦
સદભાવના વૃધ્ધાશ્રમનું સદ્દભાવકર્મ
કચ્છની ધીંગીધરા પર પ્રવાહિત થઇ રહેલ રામકથામાં એક સુંદર સુયોગ રચાયો છે. ‘સદ્દભાવના' રાજકોટ દ્વારા સમગ્ર ભારતે વૃક્ષોથી હરિયાળું બનાવવાની સદ્દપ્રવૃત્તિ આખા ભારતમાં થઇ રહી છે ત્યારે રામકથા-માધાપર-ર૦ર૬'ને ચિરંજીવી સ્મૃતિ બની રહે એ માટે માધાપર, ભૂજોડી અને રામકથા સ્થાને જતા નાના-મોટા રસ્તાઓને કિનારે કથા પૂર્વ જ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
પ્રિય બાપુની નિવાસ કૂટિયાના રસ્તે પણ આ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કથાપ્રેમીઓએ ‘સદ્દભાવના વૃધ્ધાશ્રમ' ની આ પહેલ અને પ્રવૃત્તિને પ્રસન્નતાથી વધાવી હતી.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
