તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનો લોગો બદલાશેઃ ૭૭ વર્ષ બાદ શિખરના સ્થાને ત્રિશુલ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ર૭: શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનાં લોગોમાં તા. ૧ એપ્રિલથી ફેરફાર થશે. શિખરના સ્થાને હવે ત્રિશુલ જોવા મળશે.
શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે તેની સ્થાપનાથી અત્યાર સુધી ચાલ્યા આવતો શિખરવાળો લોકો ૭૭ વર્ષ બાદ હવે વિદાય લે છે અને ટ્રસ્ટે નવા લોગા તરીકે ત્રિશુલ પસંદ કરેલ છે.
નવો પસંદ કરાયેલો અને ૧લી એપ્રિલથી વિધિવત કાર્યવત થનાર આ નવા લોગોનો પ્રથમ ઉપયોગ ટ્રસ્ટ સંચાલિત શોશ્યલ મીડીયામાં તેમજ ટ્રસ્ટ તરફથી નૂતન રામ મંદિરે યોજાનાર રામનવમી ઉત્સવના જાહેરાત બોર્ડમાં દર્શાવેલ છે.સોમનાથ મંદિરની રચના માટે સરદાર વલ્લભભાઈ પટેલે ૧૯૪૯ની ૧૮મી ઓકટો.એ સોમનાથ ટ્રસ્ટની પ્રથમ ટ્રસ્ટીઓની નિમણુંક કરી ત્યારથી ટ્રસ્ટના તમામ પત્ર વ્યવહારોમાં, સાઈન બોર્ડોમાં અને ટ્રસ્ટાના તમામ જાતના લેખિત વ્યવહારમાં વાપરવામા આવતો હતો.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
