News of Friday, 27th March 2026
ગોંડલના ધુડસીયામાં ધારાસભ્ય ગીતાબા જાડેજાના હસ્તે દોઢ કરોડથી વધુ રકમના ખાતમુર્હુત લોકાર્પણ કરાયા
સમગ્ર પહેલ માત્ર આર્થિક ફાળવણી પૂરતી સીમિત નથી, પરંતુ ગામના ભવિષ્યને મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક દુરંદેશી અને સકારાત્મક પગલું

( ભાવેશ ભોજાણી દ્વારા ) ગોંડલ તાલુકાના ધૂડશીયા ગામના સર્વાંગી અને સુદ્રઢ વિકાસ માટે રૂ. 1.50 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોને મંજુરી આપવામાં આવતા ગામમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આ લોકહિતકારી અને ઐતિહાસિક ફાળવણી ગોંડલના ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજાના દૃઢ સંકલ્પ, વિકાસલક્ષી દૃષ્ટિકોણ અને સતત પ્રયત્નોના પરિણામે શક્ય બની છે.
આ મંજુર થયેલ વિકાસ કાર્યો અંતર્ગત ગામના આધારીક માળખાને મજબૂત બનાવવા માટે નોંધપાત્ર યોજનાઓ અમલમાં મુકવામાં આવશે, જેમાં રૂ. ૪૫ લાખના ખર્ચે પ્રોટેક્શન દિવાલ, રૂ. ૪૦ લાખના ખર્ચે સીસી રોડ, રૂ. ૮ લાખના ખર્ચે ધાબી (પ્લેટફોર્મ) અને રૂ. ૩ લાખના ખર્ચે પેવર બ્લોકના કામોનો સમાવેશ થાય છે. આ તમામ કાર્યો ગામના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી દિશા આપશે તેમજ નાગરિકોના જીવન સ્તરમાં ગુણાત્મક સુધારો લાવશે.
આ વિકાસ યાત્રાને ગતિ આપનાર યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા તથા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાની આગવી સુજબુજ, દુરંદેશી વિચારસરણી અને સુવ્યવસ્થિત આયોજનની વિશેષ ભૂમિકા રહી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિકાસ કાર્યોને સુચારૂ રીતે અમલી બનાવવામાં આવી રહ્યા છે.
તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિન ઠુંમરની સશક્ત અને પ્રેરણાદાયી આગેવાનીમાં ધૂડશીયા ગામ વિકાસના પંથ પર દ્રૂત ગતિએ આગળ વધી રહ્યું છે. ગામમાં વિકાસની નવી લહેર સર્જાઈ છે અને “લીલાછમ પ્રગતિ”નું પ્રતીક બની રહ્યું છે.
આ સમગ્ર પહેલ માત્ર આર્થિક ફાળવણી પૂરતી સીમિત નથી, પરંતુ ગામના ભવિષ્યને મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક દુરંદેશી અને સકારાત્મક પગલું સાબિત તેમ રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા સહ ઇન્ચાર્જ કુલદીપસિંહ જાડેજા ની યાદીમાં જણાવ્યું છે.
(6:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
