News of Friday, 27th March 2026
ભાવનગરમાં કુલપતિ સમક્ષ કોટીની ખરીદી અને હોટેલ બુકિંગના ખર્ચના વિરોધમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન
પદવીદાન સમારોહ અંગે ચાલી રહેલી પ્રેસ કોન્ફરન્સમાં એબીવીપીના આગેવાનો અને કાર્યકરો ઘુસી જતા મામલો ઉગ્ર બની ગયો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આગામી તા.૨૯ માર્ચે રાજ્યપાલની ઉપસ્થીતીમાં ૧૦મો પદવીદાન સમારોહ યોજાનાર છે આ સમારોહમાં મહેમાનો માટે અને અધ્યક્ષોને પહેરવા માટે બ્રાન્ડેડ શો રૂમમાંથી મોંઘીદાટ કોટીની ખરીદી તથા મહેમાનો માટે મોંઘીદાટ હોટલો બુક કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે એબીવીપીના આગેવાનો અને કાર્યકરો વિરોધ પ્રદર્શન કર્યું હતું. પદવીદાન સમારોહ અંગે ચાલી રહેલી પ્રેસ કોન્ફરન્સમાં એબીવીપીના આગેવાનો અને કાર્યકરો ઘુસી જતા મામલો ઉગ્ર બની ગયો હતો.
એબીવીપીના કાર્યકરોએ કુલપતિ વિરુધ્ધ સુત્રોચ્ચારો કરી રામધુન બોલાવી હતી અને આ અંગે કુલપતિ જવાબ આપે તેવી માંગણી સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. અંતે કુલપતિએ પોતાની ચેમ્બરમાં વિદ્યાર્થી આગેવાનોને લઈ જઈ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
