<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

મોરબી : ઓપન બુક એક્ઝામ માં ૧૨૫ લોકોએ ધાર્મિક પરિક્ષા આપી.

રેકોર્ડ બ્રેક સંખ્યામાં તપસ્વી 532 + 2 મહારાજ સાહેબ, + 17 સાધ્વીજી મહારાજ, એમ કુલ 551 સુધીની સંખ્યા માં સુખ શાતા પૂર્વક આયંબિલ કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી માટે પધારેલા લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી મહારાજ સાહેબ, પૂ. વિવેક મુનિ મહારાજ સાહેબ, ચિંતન મુનિ મહારાજ સાહેબ આદિ સાધુ સાધ્વીજીઓની નિશ્રામાં દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

    તા.૨૪ થી શરૂ થયેલ શાશ્વતી આયંબિલ ઓળી દરરોજ ૫૨૫ થી વધું લોકો આયંબિલ કરી રહ્યા હોય આજે  રેકોર્ડ બ્રેક સંખ્યામાં તપસ્વી 532 + 2 મહારાજ સાહેબ, + 17 સાધ્વીજી મહારાજ, એમ કુલ 551 સુધીની સંખ્યા માં સુખ શાતા પૂર્વક આયંબિલ કરી રહ્યા છે.  તપસ્વી તપ કરી આત્મા સાથે શરીર ની આરોગ્ય શુદ્ધિ માટે પણ નામ નોંધાવ છે. આજ તા. ૨૬ ના રોજ ‘  માનસ પરીક્ષા‘ ઓપન બુક એક્ઝામ પૂ. ગ. આચાર્ય ગુરુદેવ શ્રી ભાવ ચંદ્રજી સ્વામીના જીવન ઝલકની પુસ્તિકા : અનુભૂતિની અભિવ્યક્તિ ઓપન બૂક એક્ઝામમાં પૂ. શ્રી અરિહંત મુનિજી અને વર્ધમાન મુનિની પ્રેરણાથી ૧૨૫ થી વધારે ભાવિકો આજે રામનવમીના સોની બજાર ઉપાશ્રય,  મોરબીમાં પરિક્ષા આપેલ છે. કરવું… કરાવવુ…. કે અનુમોદના કરવી એ ત્રણેયનું ફળ સરખું…એટલે કે આપણે તપ નથી કરી શકતા તો આપણે એ તપની અનુમોદના કરી અને પુણ્યનું ઉપાર્જન કરી શકીએ એ માટે સળંગ ૧૦ દિવસ ઓળી ના તપસ્વી ઓ ના પારણા ના દિવસે બહુમાન કરવામા આવશે. સમસ્ત જૈન સમાજ ના આ કાર્યક્રમમાં દરેક જૈન સંઘના ટ્રસ્ટીઓ,  યુવક મંડળ તથા મહિલા મંડળના તેમજ વિવિધ જૈન ગ્રુપ ના સભ્યો તેમજ સ્વયંમ સેવકો યુવક યુવતીઓ ખુબજ ઉત્સાહ પૂર્વક સારી સેવા આપી કાર્યક્રમ ને સફળ બનાવી રહ્યા છે.

(1:16 AM IST)