News of Saturday, 28th March 2026
સોમનાથ સદભાવના ગ્રાઉન્ડમાં યુવાનનો આપઘાત
રાજસ્થાનના યુવકે વડલા સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૨૮: ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે આવેલા સદભાવના ગ્રાઉન્ડમાં એક યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, રાજસ્થાનના રહેવાસી ૨૫ વર્ષીય વિષ્ણુ પ્રજાપતિ નામના યુવકે વડલા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
મળતક વિષ્ણુ પ્રજાપતિ સોમનાથ વિસ્તારમાં આઈસ્ક્રીમની વેનમાં કામ કરતો હતો અને રોજગાર માટે અહીં રહેતો હતો. આ ઘટના સદભાવના ગ્રાઉન્ડ નજીક બનતા, તેની જાણ થતાં જ લોકોના ટોળા એકઠા થયા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મળતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી.પોલીસ દ્વારા યુવક જ્યાં નોકરી કરતો હતો તે આઈસ્ક્રીમ વેનના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પૂછપરછનો હેતુ આપઘાત પાછળના કારણો સુધી પહોંચવાનો છે.હાલમાં આપઘાતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. જોકે, પોલીસ વ્યક્તિગત, આર્થિક કે અન્ય કોઈ કારણો જવાબદાર હોઈ શકે તેવી તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.સોમનાથ જેવા ધાર્મિક અને પ્રવાસન સ્થળે બનેલી આ ઘટના લોકોમાં ચિંતા અને ચર્ચાનો વિષય બની છે. પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઊંડાણપૂર્વકની તપાસના આધારે જ હકીકત સામે આવશે તેવી અપેક્ષા છે.(
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
