News of Saturday, 28th March 2026
માધવપુરનો મેળોઃ આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં નોર્થ-ઈસ્ટ અને ગુજરાતના લોકનૃત્યોનું આકર્ષક ફયુઝન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૮: માધવપુરના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં આજે રાત્રે નોર્થ-ઈસ્ટ અને ગુજરાત રાજ્યના લોકનૃત્યોનું આકર્ષક ફયુઝન રજૂ થશે તેમજ રાજ ગઢવી એ મયુર દવેનો ડાયરો રાખેલ છે.
ભગવાન શ્રીકળષ્ણ અને રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સ્મળતિમાં ઉજવાતા સુપ્રસિદ્ધ માધવપુર મેળાના બીજા દિવસે, તા.૨૮ માર્ચે રાત્રે યોજાનારા સાંસ્કળતિક કાર્યક્રમમાં નોર્થ-ઈસ્ટના કલાકારોનો કાર્યક્રમ તથા લોકગાયક રાજ ગઢવી અને મયુર દવેની જોડી દર્શકોને મંત્રમુગ્ધ કરશે.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નોર્થ-ઈસ્ટ અને ગુજરાતના લોકનળત્યોનું આકર્ષક ફયુઝન રજૂ કરવામાં આવશે, જે મેળાની સાંસ્કળતિક વિવિધતાને ઉજાગર કરશે. ઉપરાંત, સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન આપવા માટે દરરોજ ૩૦ મિનિટનો સમય ફાળવી તેમની વિશેષ પ્રસ્તુતિ પણ યોજવામાં આવી છે. અને જિલ્લાના નાગરિકોને આ ભવ્ય સાંસ્કળતિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ એક યાદીમાં કરવામાં આવી છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
