<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

કેશોદમાં કારના ચાલકે બાઈકને ટક્કર મારતાં જૂનાગઢના વૃધ્‍ધનું મોત

વિસાવદર પાસે અજાણી કારે બાઈકને હડફેટે લેતા પ્રૌઢને ઇજા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૮: કેશોદમાં કારના ચાલકે બાઈકને ટક્કર મારતાં જૂનાગઢના વળધ્‍ધનું મળત્‍યુ થયું હોવાનું જાણવા મળેલ છે.

આ અકસ્‍માત અંગે જાણવા મળેલી વિગતો એવી છે કે જૂનાગઢના જોશીપરા વિસ્‍તારમાં રહેતા રાજેન્‍દ્રભાઈ છગનભાઇ ગજેરાના પિતા છગનભાઈ કરશનભાઇ ગજેરા ઉ.વ. ૮૦ પોતાની જીજે ૧૧ એફ ૪૫૯૫ નંબરની મોટરસાયકલ લઈને કેશોદ ખાતેથી પોતાના ઘર તરફ જતા હતા.

તે દરમ્‍યાન રસ્‍તામાં કેશોદ જુનાગઢ બાઈપાસ પહેલા નવા ગેઈટ પહેલા સામેથી આવી રહેલી જીજે ૧૧ બીએચ ૬૮૦૯ નંબરની કારના ડ્રાઈવરે પોતાની ફોરવ્‍હીલ કાર પુર જડપે અને બે ફીકરાઈથી ચલાવી છગનભાઈને હડફેટે લઈ માથાના ભાગે તથા જમણા પગમાં ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચાડતા તેનું મળત્‍યુ થયું હતું.

અકસ્‍માતના બનાવ અંગે મરનાર વળદ્ધના પુત્ર રાજેન્‍દ્રભાઈ ગજેરાએ ફરિયાદ કરતા કેશોદ પોલીસે કારના ડ્રાઇવર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

વિસાવદર તાલુકાના શોભાવડલા લશ્‍કર ગામના મનસુખભાઈ જેરામભાઈ રાણવા ગઈ તારીખ ૧૭ માર્ચના રોજ પોતાનું મોટરસાયકલ લઈને શોભાવડલા ગામ થી જુનાગઢ અમરેલી હાઇવે પર જઈ રહ્યા હતા ત્‍યારે અજાણી કારના ચાલકે ટક્કર મારતા મનસુખભાઈને ગંભીર ઇજા થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. અકસ્‍માતને લઈને કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.

(1:32 PM IST)